________________
પત્રાંક-પ૭૯
૨૧ ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે.” થોડો ભાગ દિવસનો અને રાત્રે તો પછી વેપાર હોતો નથી એટલે રાત્રે પણ ઘણો સમય મળે.
પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ, આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે..” એટલે “સોભાગભાઈની વર્તના ઉપર લખે છે કે તમે પરમ પુરુષની આજ્ઞાને નિર્વાહ એટલે નિભાવવા માગો છો. બીજા પ્રત્યે પણ તમારી હિતબુદ્ધિ અને કરુણાબુદ્ધિ વિશેષ છે. અને એનાથી તમે પોતે પણ કાંઈક નિવૃત્તિ ઇચ્છો છો. પણ આજીવિકાનો પ્રશ્ન તમને મૂંઝવે છે. એટલે એ “સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે... અમે લગભગ જવાબ દેતા નથી અથવા ગોળગોળ જવાબ દઈએ અથવા અડધો-પડધો જવાબ દઈએ. એમ મૌન જેવું વર્તવાનું થાય છે. તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, એમાં કોઈ બીજી કલ્પના નહિ કરતા. બીજો કોઈ હેતુ નથી.
જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો” ચિત્તમાં ખળભળાટ થાય કે કેમ મને જવાબ મળતો નથી ? એવું નહિ વિચારતા. એવો કોઈ બીજો લૌકિક હેતુ નથી. જે કાંઈ હેતુ છે એ તો સમજી-બૂઝીને જ તમારી સાથેનું વર્તન રાખવામાં આવે છે. હવે સૂચના કરે છે કે, “અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાયા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું.' એવી કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય તો) ઠીક છે. એ પહેલા મારી ઇચ્છા જાણ્યા વિના આ પ્રકારે તમારે મને કાંઈ લખવું નહિ. એવી સૂચના કરી છે.
કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે”મારે અને તમારે આ આર્થિક પ્રયોજનની અંદર સંકળાવું એ યોગ્ય નથી, ન સંકળાવું એ વધારે યોગ્ય છે. અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. અને આર્થિક પ્રતિકૂળતાને માટે તમને જે ભયથી આકુળતા ઉત્પન્ન થઈ જાય છે એ પણ તમને યોગ્ય નથી. તમારે બને એટલી એ વિષયની અંદર સમાધાનથી શાંતિ રાખવી યોગ્ય છે.
મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દઢ કરો તો બની શકે તેવી છે.” ફક્ત તમને દઢતા નથી એટલે લખી નાખો છો. પણ તમે દઢ કરીને અને આમ દઢતા રાખો કે આવી કોઈ વાત લખવી નથી, તો એ તમારાથી બની શકે એવું છે અને એવું થાય તો તમે મારા ઉપર કૃપા કરી છે એમ સમજીશ. માર ઉપર કૃપા કરી છે. એવા શબ્દ