________________
પત્રાંક-૫૭૮-૫૭૯
પત્રાંક-૫૭૮
મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, શનિ, ૧૯૫૧
મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ.
રાયચંદના યથાયોગ્ય.
...
તા. ૦૪-૧૨-૧૯૯૦, પાંક-૫૭૮ થી ૫૮૨ પ્રવચન નં. ૨૬૮
૧૯
જોખમ ઘણું છે અને પરિણામને નુકસાન કરનારું છે. પરિણામની ચંચળતા
વધારવા માટે વેપારમાં સૌથી વધારે ચંચળતાનું નિમિત્ત હોય તો એ સટ્ટાનો વેપાર છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ.' એટલે ઘરે કોઈને, ગામમાં કોઈને ‘વવાણિયા’ કોઈને સગા-સંબંધીમાં પત્ર લખ્યો એની વાત છે. પોસ્ટકાર્ડ લખેલું છે.
પત્રાંક-૫૭૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પત્તું મોરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે.
શ્રી ડુંગ૨ સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે; કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે.
પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ,