________________
૧૮
રાજહૃદય ભાગ-૧૨ પરિણામ જેવા છે એવા અમે વ્યક્ત કરી દઈએ, બતાવી દઈએ. અને તમે વિચારવાન પુરુષ છો. “સોભાગભાઈ’ વિચારવાન છે ને! તમે કહો એ અમને પ્રમાણ છે. તમે એમ કહો કે તમારો અહીંયાં દોષ છે તો અમને પ્રમાણ છે. તમે કહો કે નિર્દોષ છો તો અમને પ્રમાણ છે. એવી વાત નાખી છે. એ જવિનંતિ.લિ. રાયચંદના પ્રણામ.”
જેમ સમકિતનું મૂળ ‘સત’ ની પ્રતીતિ છે. તેમ આત્મજ્ઞાનનું મૂળ આત્મવિચાર છે, આત્મ-કલ્યાણનો નિર્ધાર છે, જેથી યથાર્થતા ઉત્પન્ન હોયછે.
જેમ સત્પુરુષની પ્રતીતિ, અને સ્વરૂપની અનુભવાશે પ્રતીતિરૂપ કારણમાં કાર્યનો ઉપચારથી તેને સમકિત કહેવાય છે, તેમ આત્મવિચારરૂપ યથાર્થ સુવિચારણારૂપ કારણમાં આત્મજ્ઞાનનો ઉપચાર કરવામાં યથાર્થતા છે. બંને પ્રકારના પરિણામો સમકાળે હોય છે.
પરિપૂર્ણદશારૂપ પરમાત્મપદનો આ નક્કર પાયો છે. જે પાયાની મજબૂતાઈ ઉપર સિદ્ધપદ સુધીનું ચણતર થાય છે. મુમુક્ષુજીવ માટે આ મહત્વપૂર્ણ ભૂમિકા પૂરી તાકાતથી ઉપાસનીય છે; પૂરા ઉદ્યમથી પ્રાપ્ત કરવા યોગ્ય છે.
(અનુભવ સંજીવની-૧૩૯૮)