________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨ રાગથી પ્રેરિત રજના ઉદ્રથી અસ્થિર ચિત્ત ક્ષિપ્ત છે એમ અન્વય છે, અને તે ક્ષિપ્ત ચિત્ત, સદા હંમેશા જ, દૈત્ય-દાનવ આદિને છે.
મૂઢ ઉપશીવીડીના, તમના ઉદ્રેકથી કૃત્યાકૃત્યના વિભાગને નહિ ગણતો ક્રોધાદિથી વિરુદ્ધ કૃત્યોમાં જ નિયમિત ચિત્ત મૂઢ છે. અને તે મૂઢચિત્ત, સદા હંમેશાં જ, રાક્ષસ-પિશાચ આદિને છે.
વિક્ષિપ્ત . દેવાનામ્, વળી સત્ત્વના ઉદ્રકને કારણે વૈશિષ્ટપણાથી દુ:ખના સાધનનો પરિવાર કરીને સુખના સાધનોરૂપ જ શબ્દાદિમાં પ્રવૃત્ત ચિત્ત વિક્ષિપ્ત છે. અને તે વિક્ષિપ્ત ચિત્ત, સદા જહંમેશા જ, દેવોને છે.
પત, મવતિ - આ કહેવાયેલું થાય છે – રન ...... મવતિ, રાગથી પ્રવૃત્તિરૂપ ચિત્ત હોય છે, તમથી પર અપકાર નિયત ચિત્ત હોય છે, સત્ત્વથી સુખમય ચિત્ત હોય છે.
હતા . મનેતે, આ ત્રણ ચિત્તની અવસ્થા અર્થાત્ ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત ચિત્તની અવસ્થા, સમાધિમાં અનુપયોગી છે અને એકાગ્ર અને નિરુદ્વરૂપ બે ચિત્તની ભૂમિઓ યથોત્તર સત્ત્વના ઉત્કર્ષથી અવસ્થિતપણું હોવાને કારણે સમાધિમાં ઉપયોગને ભજે છે.
ક્વિાદ્રિ તિ, વળી સત્ત્વાદિના ક્રમ અને ભ્રમમાં આ અભિપ્રાય છે –
રજ અને તમ બંનેનું પણ અત્યંત હેયપણામાં પણ આ અર્થમાં આ પ્રયોજનમાં, રજનું પ્રથમ ઉપાદાનઃગ્રહણ છે. પ્રવૃત્તિ બતાવાય નહિ ત્યાં સુધી નિવૃત્તિ બતાવવા માટે શક્ય નથી, એથી બંનેનું રજ અને તમનું, વ્યત્યયથી પ્રદર્શન છે અર્થાત્ રજ કરતાં તમ અત્યંત ખરાબ હોવા છતાં રજને પ્રથમ હેવારૂપ વ્યત્યયથી રજ અને તેમનું પ્રદર્શન છે, વળી સત્ત્વનું આ અર્થમાં પશ્ચાત્ પ્રદર્શન છે, જે કારણથી તેના ઉત્કર્ષથી સત્ત્વના ઉત્કર્ષથી, ઉત્તરની બે ભૂમિઓ એકાગ્ર અને નિરુદ્ધરૂપ બે ભૂમિઓ, યોગ માટે ઉપયોગી છે.
રૂતિ શબ્દ પ્રતિકુ$ મત ના કથનની સમાપ્તિ સૂચક છે.
મન: સમવ: . આ બેમાં-એકાગ્ર અને નિરુદ્ધ ભૂમિમાં જે એકાગ્રતારૂપ પરિણામ છે તે યોગ છે એ પ્રમાણે કહેવાયેલું થાય છે અર્થાત્ સત્તાદિના ક્રમ અને વ્યુત્ક્રમમાં આ અભિપ્રાય છે એ કથનથી કહેવાયેલું થાય છે.
એકાગ્રતા અને નિરુદ્ધ શું છે ? તે સ્પષ્ટ કહે છે –
એકાગ્રતામાં બહિવૃત્તિનો નિરોધ છે અને નિરુદ્ધમાં સર્વવૃત્તિઓનો અને સંસ્કારોનો પ્રવિલય છે, એથી આ બે જ ભૂમિમાં એકાગ્ર અને નિરુદ્ધ જ ભૂમિમાં, યોગનો સંભવ છે. ll૧-રા