________________
૯૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૫ પ્રકારની જ, જિહ્વાના અગ્રમાં ચિત્તને ધારણ કરવાથી રસની સંવિત્ અર્થાત્ દિવ્યરસનું જ્ઞાન, થાય છે, તાળુના અગ્રમાં ચિત્તને ધારણ કરવાથી રૂપની સંવત્ અર્થાત્ દિવ્યરૂપનું જ્ઞાન થાય છે, જિલ્લાના મધ્યમાં ચિત્તને ધારણ કરવાથી સ્પર્શની સંવિત્રદિવ્ય સ્પર્શનું જ્ઞાન થાય છે, જિવાના મૂળમાં ચિત્તને ધારણ કરવાથી શબ્દની સંવિત્રદિવ્યશબ્દનું જ્ઞાન, થાય છે.
આ રીતે તે તે ઇન્દ્રિય દ્વારા તે તે દિવ્ય વિષયમાં થતી સંવિતે તે દિવ્યવિષયમાં થતું જ્ઞાન, ચિત્તની એકાગ્રતાનો હેતુ=કારણ, થાય છે; કેમ કે યોગનું ફળ છે એ પ્રમાણે યોગીઓને વિશ્વાસનું ઉત્પાદન છે, તેથી વિશ્વસ્ત થયેલ=વિશ્વાસ પામેલ યોગીઓ સંપ્રજ્ઞાતસમાધિને અનુકૂળ દૃઢ યત્ન કરે છે માટે યોગના માહાભ્યરૂપ ઉત્પન્ન થયેલ પ્રગટ થયેલ વિષયવતી પ્રવૃત્તિ સંપ્રજ્ઞાતસમાધિનું પૂર્વાગ છે, એમ સંબંધ છે. ll૧-રૂપો
ભાવાર્થ :
યોગના માહાભ્યરૂપે ઉત્પન્ન થયેલ વિષયવતી પ્રવૃત્તિ સંપ્રજ્ઞાતસમાધિનું પૂર્વાગ :
યોગીઓ મનને તે તે વિષયમાં સ્થાપન કરી એકાગ્રતાપૂર્વક ચિત્તને સ્થિર કરે તો યોગના માહાભ્યરૂપે તે તે ઇન્દ્રિયોના વિશેષ પ્રકારના સંવેદનો થાય છે અને તે સંવેદનને કારણે યોગીને વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે, મારી યોગની પ્રવૃત્તિનું આ સાક્ષાત્ ફળ છે અને તે વિશ્વાસને કારણે તે યોગી યોગમાર્ગમાં દઢ યત્ન કરે છે, તેથી ક્રમે કરીને સંપ્રજ્ઞાતસમાધિ પ્રગટે છે, માટે સંપ્રજ્ઞાતસમાધિનું પૂર્વાગ તે તે ઇન્દ્રિયોમાં મનને સ્થિર કરવાથી પ્રગટ થયેલી ગંધ વગેરેનું વિશેષ પ્રકારનું સંવેદન=જ્ઞાન છે. તે પ્રમાણે પતંજલિઋષિ કહે છે.
પાંચે ય ઇન્દ્રિયોવિયક વિશેષ પ્રકારનું સંવેદન યોગીઓને થાય છે તે આ પ્રમાણે છે – નાસિકાના અગ્રભાગમાં ચિત્તને ધારણ કરવાથી દિવ્યગંધની સંવિતું :
કોઈ યોગી નાશાના અગ્રભાગમાં ચિત્તને ધારણ કરે તો ચિત્તની સ્થિરતાને કારણે તે યોગીને દિવ્યગંધનું સંવેદન થાય છે તે યોગનું માહાભ્ય છે. જિલ્લાના અગ્રભાગમાં ચિત્તને ધારણ કરવાથી દિવ્યરસની સંવિત્ :
કોઈ યોગી જિલ્લાના અગ્રભાગમાં ચિત્તને સ્થાપન કરે તો ચિત્તની સ્થિરતાને કારણે તે યોગીને દિવ્યરસનું સંવેદન થાય છે તે યોગનું માહાભ્ય છે.
અહીં જિલ્લાના અગ્રભાગમાં સ્થિરતા કરવાનું કારણ રસનું સંવેદન જિલ્લાના અગ્રભાગથી થાય છે અને ત્યાં ચિત્તની એકાગ્રતા થવાથી યોગના પ્રભાવને કારણે યોગીને દિવ્યરસનું સંવેદન થાય છે. તાલુના અગ્રભાગમાં ચિત્તને ધારણ કરવાથી દિવ્યરૂપની સંવિત્ઃ
કોઈ યોગી તાલુના અગ્રભાગમાં ચિત્તને સ્થાપન કરે તો તેમને ત્યાં ચિત્તની એકાગ્રતા થવાથી દિવ્યરૂપનું સંવેદન થાય છે તે યોગનું માહાભ્ય છે.