________________
૧૨૪ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૭-૪૮-૪૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૫૦
આ ઋતંભરાપ્રજ્ઞાના બળથી યોગીને બીજા અપૂર્વકરણકાળમાં થનારો સામર્થ્યયોગ પ્રગટે છે, તે મોહનો નાશ કરીને કેવલજ્ઞાનનું કારણ બને છે, માટે પતંજલિઋષિ જે કહે છે તે પંથ માર્ગ, યુક્ત છે. અવતરણિકા :
મસ્યા: પ્રજ્ઞાયા: નર્મદ – અવતરણિયાર્થ:
પાતંજલયોગસૂત્ર ૧-૪૮માં ઋતંભરાપ્રજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું અને તે ઋતંભરાપ્રજ્ઞા શ્રત અને અનુમાન પ્રજ્ઞા કરતાં વિશેષવિષયવાળી છે, તેથી યોગીને મૃતથી અને અનુમાનથી પ્રગટ થયેલી પ્રજ્ઞા જેમ કલ્યાણનું કારણ છે, તેના કરતાં અધિક કલ્યાણનું કારણ ઋતંભરાપ્રજ્ઞા છે, તેમ ફલિત થયું. હવે આ પ્રજ્ઞાના=ઋતંભરાપ્રજ્ઞાના, ફળને કહે છે – સૂત્ર :
तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी ॥१-५०॥
સૂત્રાર્થ :
તેનાથી થયેલો સંસ્કાર=હતંભરપજ્ઞાથી થયેલો સંસ્કાર, અન્ય સંસ્કારોનો=વ્યત્યાનથી થયેલ અને સમાધિથી થયેલ સંસ્કારોનો પ્રતિબંધી છે. II૧-૫oll ટીકા :
'तज्ज इति'-तया प्रज्ञयो जनितो यः संस्कारः सोऽन्यान् व्युत्थानजान् समाधिजांश्च संस्कारान् प्रतिबध्नाति-स्वकार्यकरणाक्षमान् करोतीत्यर्थः, यतस्तत्त्वरूपतयाऽनया जनिताः संस्कारा बलवत्त्वादतत्त्वरूपप्रज्ञाजनितान् संस्कारान् बाधितुं शक्नुवन्ति, अतस्तामेव प्रज्ञामभ्य-सेदित्युक्तं भवति ॥१-५०॥ ટીકાર્ય :
તયા ..... અર્થાત ! તે પ્રજ્ઞાથી=ઋતંભરાપ્રજ્ઞાથી, જનિત ઉત્પન્ન થયેલો, એવો જે સંસ્કાર તે અન્ય એવા વ્યુત્થાનથી થનારા અને સમાધિથી થનારા સંસ્કારોને પ્રતિબંધિત કરે છે સ્વકાર્ય કરવામાં અસમર્થ કરે છે. જે કારણથી તત્ત્વરૂપપણું હોવાના કારણે આના વડે ઋતંભરા પ્રજ્ઞા વડે, જનત-ઉત્પન્ન થયેલા, એવા સંસ્કારો બળવાન હોવાથી અતત્વરૂપ પ્રજ્ઞાથી જનત-ઉત્પન્ન થયેલા એવા, સંસ્કારોને બાધ કરવા માટે શક્તિમાન થાય છે સમર્થ થાય છે, આથી તે જ પ્રજ્ઞાનોઋતંભરા પ્રજ્ઞાનો જ, અભ્યાસ કરવો જોઈએ, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. ૧-૫૦ની