________________
૧૪૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-પ-૬
અહીં યાતિપુમાં ગતિથી અશુચિમય એવી વિષ્ટાદિમાં ભૂંડના જીવોને શુચિપણાનું અભિમાન થાય છે તેનું ગ્રહણ છે.
આનાથી એ ફલિત થાય છે કે, અશુચિય એવા કાયાદિના અશુચિપણાના ભાવનથી જેમનું ચિત્ત સ્વ-પરની કાયાને જોઈને કોઈ ક્લેશોને સ્પર્શે નહિ તેવું બને છે તેમને અશુચિમય કાયામાં
અશુચિપણાની બુદ્ધિ સ્થિર છે. અશુચિમય એવી કાયામાં શુચિપણાની બુદ્ધિથી અન્ય સર્વ જીવોની . પ્રવૃત્તિ થાય છે. દુઃખરૂપ એવા વિષયોમાં સુખપણાનો બોધ અવિદ્યા :
વળી દુ:ખરૂપ એવા વિષયોમાં સુખપણાનું અભિમાન અવિદ્યા છે. વસ્તુતઃ વિષયોની ઇચ્છા જીવની વ્યાકુળ અવસ્થા છે, તેથી દુ:ખરૂપ છે માટે વિષયોની ઇચ્છા અને વિષયોમાં થતો શ્રમ દુઃખરૂપ છે, છતાં સંસારી જીવોને વિષયોની ઇચ્છા અને વિષયોની પ્રવૃત્તિ સુખરૂપ જણાય છે તે અવિદ્યા છે. અનાત્મ એવા શરીરમાં આત્મપણાનો બોધ અવિદ્યા :
શરીર આત્મા નથી છતાં શરીરરૂપ હું છું એ પ્રકારની બુદ્ધિથી સંસારી જીવો પ્રવૃત્તિ કરે છે તે અનાત્મરૂપ શરીરમાં આત્મપણાની બુદ્ધિરૂપ અવિદ્યા છે. અપુણ્યરૂપ કૃત્યમાં પુણ્યપણાનો બોધ અવિદ્યા :
કોઈને અપુણ્યરૂપ એવા કૃત્યોમાં પુષ્પપણાનો ભ્રમ થાય છે તે પણ અવિદ્યા છે, આથી જ અજ્ઞાનને વશ જીવો મોહના પરિણામને પુષ્ટ કરે તેવી ધર્મપ્રવૃત્તિ કરીને પોતે પુણ્યકર્મ કરે છે તેવો ભ્રમ જીવોમાં અજ્ઞાનને કારણે વર્તે છે તે અવિદ્યા છે. અનર્થરૂપ કૃત્યમાં અર્થપણાનો બોધ અવિદ્યા :
ક્લેશના શમનને અનુકૂળ વ્યાપાર જીવ માટે અર્થરૂપ છે અને ક્લેશવૃદ્ધિને અનુકૂળ સર્વ વ્યાપાર જીવ માટે અનર્થરૂપ છે, આમ છતાં સંસારી જીવો ક્લેશવૃદ્ધિના ઉપાયરૂપ ધનનું અર્જન કે ભોગાદિમાં આ મારા માટે અર્થરૂપ છે તેવા ભ્રમથી પ્રવૃત્તિ કરે છે તે અનર્થમાં અર્થના ભ્રમરૂપ તેમની અવિદ્યા છે. પર-પા અવતરણિકા :
अस्मितां लक्षयितुमाह - અવતરણિકાર્ય :
અસ્મિતાનું લક્ષણ કરવા માટે અર્થાત્ સ્વરૂપને બતાવવા માટે કહે છે – સૂત્ર :
વર્ણન ત્યારે ત્મિવાસ્મિતા પર-દ્દા