________________
,
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૨ तीव्रसंवेगेन कृतानीहैव जन्मनि जात्यायुर्भोगलक्षणं फलं प्रयच्छन्ति यथा नन्दीश्वरस्य भगवन्महेश्वराराधनबलादिहैव जन्मनि जात्यादयो विशिष्टां प्रादुर्भूताः एवमन्येषां विश्वामित्रादीनां तपःप्रभावाज्जात्यायुंषी, केषाञ्चिज्जातिरेव, यथा तीव्रसंवेगेन दुष्टकर्मकृतां नहुषादीनां जात्यन्तरादिपरिणामः उर्वश्याश्च कार्तिकेयवने लतारूपतया एवं व्यस्तसमस्तरूपत्वेन યથાયોનું યોગ્યમ્ ॥૨-૨૫
૧૫૪
ટીકાર્ય :
ધર્માંશય: ... યોગ્યમ્ ॥ ‘કર્માશય’ એના દ્વારા તેનું સ્વરૂપ=કર્મનું સ્વરૂપ કહેવાયું. જે કારણથી વાસનારૂપ જ કર્મો છે.
‘ક્લેશમૂળ' એના દ્વારા કારણ કહેવાયું અર્થાત્ કર્મોનું કારણ હેવાયું. જે કારણથી શુભ-અશુભ કર્મોના ક્લેશો જ નિમિત્ત-કારણ, છે.
‘દૃષ્ટ-અદૃષ્ટ જન્મવેદનીય' એના દ્વારા ફલ કહેવાયું અર્થાત્ કર્મોનું ફળ હેવાયું.
આ જ્ન્મમાં અનુભવ કરવા યોગ્ય કર્મ દૃષ્ટજન્મવેદનીય છે અને જ્ન્માંતરમાં અનુભવ કરવા યોગ્ય કર્મ અદૃષ્ટજન્મવેદનીય છે. તે આ પ્રમાણે –
કોઈક દેવતા આરાધનાદિ પુણ્યકર્મો તીવ્રસંવેગથી કરાયેલા આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળને આપે છે. જે પ્રમાણે-નંદીશ્વર નામના પુરુષને ભગવાન મહેશ્વરની આરાધનાના બળથી આ જ જન્મમાં વિશિષ્ટ જાતિ વગેરે પ્રાદુર્ભાવ પામી. એ રીતે અન્ય એવા વિશ્વામિત્રાદિને તપના પ્રભાવથી જાતિ અને આયુષ્ય પ્રાપ્ત થયા. વળી કેટલાક્ને જાતિ જ પ્રાપ્ત થઈ . જે પ્રમાણેતીવ્રસંવેગથી દૃષ્ટકર્મ કરનારા નહુષાદિને જાëતરાદિ પરિણામો થયા. અને ઉર્વશીનું કાર્તિકેય વનમાં લતારૂપણાથી ફળ પ્રાપ્તિ થઈ. આ રીતે વ્યસ્તરૂપપણાથી કે સમસ્તરૂપપણાથી અર્થાત્ કોઈક ને કોઈક એકાદ ફળની પ્રાપ્તિ થવાથી કે કોઈને સમસ્ત ફળની પ્રાપ્તિ થવાથી યથાયોગ યોજ્ન કરવું. II૨-૧૨॥
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર કર્માશયનું સ્વરૂપ :
ક્લેશમૂળવાળો દષ્ટ-અદૃષ્ટજન્મવેદનીય કર્માશય ઃ
પાતંજલયોગસૂત્ર ૨-૧૨માં ‘કર્માશય’ શબ્દથી કર્મનું સ્વરૂપ કહેવાયું છે; કેમ કે પાતંજલમન્નુસાર કર્મો વાસનારૂપ જ છે, માટે કર્માશય એ કર્મનું સ્વરૂપ છે.
‘ક્લેશમૂલ’ એ વિશેષણ દ્વારા કર્મનું કારણ કહેવાયું છે; કેમ કે ક્લેશના નિમિત્તે જ શુભાશુભ કર્મોની પ્રાપ્તિ થાય છે. આનાથી પ્રાપ્ત થાય છે કે, જીવમાં રાગાદિ ક્લેશો વર્તે છે, તેનાથી આત્મામાં વાસનારૂપ કર્મો નિષ્પન્ન થાય છે અને તે કર્મોના વિપાકથી ફળ પ્રાપ્ત થાય છે અને તે