________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૦
એવા દેહમાં જુગુપ્સા, અને પરની સાથે-અશુચિવાળા એવા પરના દેહની સાથે, અસંસર્ગ (થાય છે.) II૨-૪૦]]
ટીકા :
૨૩૯
'शौचादिति' - यः शौचं भावयति तस्य स्वाङ्गेष्वपि कारणस्वरूपपर्यालोचनद्वारेण जुगुप्सा=घृणा, समुपजायतेऽशुचिरयं कायो नात्राऽऽग्रहः कार्य इति, अमुनैव हेतुना परैरन्यैश्च कायवद्भिरसंसर्गः संसर्गाभावः संसर्गपरिवर्जनमित्यर्थः, यः किल स्वकीयमेव कायं जुगुप्सते तत्तदवद्यदर्शनात् स कथं परकीयैस्तथाभूतैः कायैः संसर्गमनुभवति ?
૫૨-૪૦ના
ટીકાર્ય :
.....
ય • અનુમતિ ? ।। જે યોગી શૌચને ભાવન કરે છે=આત્માના શુચિસ્વરૂપનું ભાવન કરે છે તેને સ્વઅંગોમાં પણ કારણ અને સ્વરૂપના પર્યાલોચન દ્વારા=સ્વશરીર પ્રત્યેનું કારણ અને સ્વશરીરનું સ્વરૂપ તેના પર્યાલોચન દ્વારા, જુગુપ્સા=ઘૃણા થાય છે.
કેવા પ્રકારની જુગુપ્સા=ધૃણા, થાય છે ? તે સ્પષ્ટ કરે છે -
આ કાયા અશુચિમય છે, અહીં=આ કાયામાં, આગ્રહ કરવો જોઈએ નહિ, અને આ જ હેતુથી=આ કાયા અશુચિમય છે એ જ હેતુથી, પર વડે=કાયાવાળા અન્ય વડે, અસંસર્ગ છે=સંસર્ગનો અભાવ છે અર્થાત્ સંસર્ગનો ત્યાગ છે એ પ્રમાણે અર્થ જાણવો.
કેમ પરની કાયા સાથે સંસર્ગનો અભાવ છે ? તે સ્પષ્ટ કરે છે –
ખરેખર જે યોગી તે તે અવદ્યના દર્શનને કારણે અર્થાત્ પોતાની કાયાની તે તે અશુચિના દર્શનને કારણે, સ્વકીય પોતાની જ, કાયાની જુગુપ્સા કરે છે તે કેવી રીતે તેવા પ્રકારની પરકીય અશુચિવાળી કાયા સાથે સંસર્ગ કરે અર્થાત્ કરે નહીં. II૨-૪૦॥
ભાવાર્થ:
નિયમોથી થતી સિદ્ધિઓ :
(૧) શૌચરૂપ નિયમથી થતા ફળો :
શૌચભાવના એટલે શુચિ પ્રત્યેનો પક્ષપાત થાય તે રીતે આત્માને ભાવિત કરવાની ક્રિયા.
જેમને શુચિભાવ પ્રત્યે પક્ષપાત હોય તેવા જીવોને અશુચિમય એવી પોતાની કાયા પ્રત્યે જુગુપ્સા થાય છે; કેમ કે કાયાની ઉત્પત્તિ શુક અને શોણિતરૂપ અશુચિ પદાર્થમાંથી થાય છે અને કાયાનું સ્વરૂપ મળમૂત્રાદિ અશુચિમય પદાર્થોના સમૂહરૂપ છે. જેમને શૌચ પ્રત્યે તીવ્ર પક્ષપાત થયો છે તેમને અશુચિમય એવી પોતાની કાયા પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય છે. શૌચભાવનાના પ્રકર્ષભાવનું તે ફળ છે.