________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૦-૪૧ વળી શૌચભાવનાના કારણે જેમને અશુચિ પ્રત્યે અત્યંત જુગુપ્સા છે, તેમને અશુચિથી યુક્ત એવી અન્યની કાયા સાથે કેવી રીતે સંસર્ગ હોય ? અર્થાત્ શૌચભાવનાવાળા યોગીઓ અશુચિમય એવી પરકીયકાયાના સંસર્ગનું વર્જન કરે છે. તે સ્પષ્ટ કરતાં કહે છે -
-
૨૪૦
જે યોગીઓ અશુચિ પ્રત્યે તીવ્ર જુગુપ્સાવાળા છે તેઓને પોતાની જ કાયા અશુચિમય દેખાવાના કારણે પોતાની કાયા પ્રત્યે જુગુપ્સા થતી હોય તેવા યોગીને અશુચિવાળી એવી અન્યની કાયાને જોઈને તેનો સંસર્ગ કરવાનું મન કઈ રીતે થાય ? અર્થાત્ થાય નહીં.
આનાથી એ ફલિત થાય છે કે, સંસારી જીવો અશુચિ પ્રત્યે જુગુપ્સાવાળા છે, તેથી આંખ સામે દેખાતા વિષ્ટાદિ પદાર્થો પ્રત્યે જુગુપ્સા કરે છે આમ છતાં શૌચભાવનાથી તેઓએ આત્માને પવિત્ર કર્યો નથી તેથી અશુચિમય એવી પોતાની કાયા પ્રત્યે જુગુપ્સા કરતાં નથી, પરંતુ તે કાયામાંથી નીકળતી અશુચિને સ્વચ્છ કરીને માત્ર બાહ્યશુચિને પ્રાપ્ત કરવામાં સંતોષ માને છે અને અશુચિમય એવી પરકીય કાયાને જોવા છતાં બાહ્યથી જ દેખાતા રમ્યરૂપ આદિને કારણે તેના અશુચિસ્વરૂપને ગ્રહણ કર્યા વગર અન્યના દેહ પ્રત્યે પ્રીતિ કરે છે તે તેઓની મૂઢતા છે અને શૌચભાવનાથી અમૂઢ થયેલા એવા યોગીઓને પોતાની કાયાનું અને પરકીયકાયાનું પારમાર્થિક સ્વરૂપ જ દેખાય છે અને તે પારમાર્થિક સ્વરૂપ અશુચિમય હોવાથી જુગુપ્સા થાય છે પરંતુ પ્રીતિ થતી નથી. I૨-૪૦॥
અવતરણિકા :
शौचस्यैव फलान्तरमाह
-
અવતરણિકાર્ય :
શૌચના શૌચનિયમના જ, ફલાન્તરને ક્યે છે –
સૂત્રઃ
सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च ॥२-४१ ॥
સૂત્રાર્થ :
સત્ત્વશુદ્ધિ, સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયજ્ય અને આત્મદર્શનની યોગ્યતા શૌચભાવનાથી થાય છે. II૨-૪૧॥
ટીકા ઃ
‘सत्त्वेति’-भवन्तीति वाक्यशेषः, सत्त्वं प्रकाशसुखाद्यात्मकं तस्य शुद्धी रजस्तमोभ्यामनभिभवः, सौमनस्यं खेदाननुभवेन मानसी प्रीतिः, एकाग्रता नियतेन्द्रियविषये चेतसः स्थैर्यम्, इन्द्रियजयो विषयपराङ्मुखमिन्द्रियाणामात्मनि अवस्थानम्, आत्मदर्शने विवेकख्यातिरूपे चित्तस्य योग्यत्वं समर्थत्वम्, शौचाभ्यासवत एते सत्त्वशुद्धयादयः क्रमेण