________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૦
૨૫૨
ટીકાર્ય :
बाह्यवृत्ति અભિદ્દનનમ્ ॥ બાહ્યવૃત્તિ શ્વાસ રેચક છે, અન્તવૃત્તિ પ્રશ્વાસ પૂરક છે અને અન્તસ્તંભવૃત્તિ=પ્રશ્વાસથી ગ્રહણ કરાયેલા વાયુની અંદરમાં સ્તંભવૃત્તિ કુંભક છે. કુંભમાં જલની જેમ તેમાં=કુંભક નામના પ્રાણાયામમાં, નિશ્ચલપણાથી પ્રાણો-ગ્રહણ કરાયેલો વાયુ, અવસ્થાપન કરાય છે=ધારણ કરાય છે એથી કુંભક છે. ત્રણ પ્રકારનો આ પ્રાણાયામ દેશથી, કાળથી અને સંખ્યાથી ઉપલક્ષિત અર્થાત્ દેશથી, કાળથી અને સંખ્યાથી યોગી દ્વારા જ્માયેલો, દીર્ઘ-સૂક્ષ્મસંજ્ઞાવાળો થાય છે અર્થાત્ તે પ્રાણાયામને દીર્ઘ, સૂક્ષ્મ પ્રાણાયામ કહેવાય છે.
જે પ્રમાણે-નાસાથી બાર અંગુલાદિ સુધી જે પ્રાણને બહાર કાઢવામાં આવે તે દેશથી ઉપલક્ષિત દીર્ઘ-સૂક્ષ્મ પ્રાણાયામ છે જે પ્રમાણે - છત્રીશ માત્રાદિ પ્રમાણ શ્વાસ, પ્રશ્વાસ લેવામાં આવે તે કાળથી ઉપલક્ષિત દીર્ઘ-સૂક્ષ્મમસંજ્ઞાવાળો પ્રાણાયામ છે.
જે પ્રમાણે-આટલી વખત કરાયેલો, આટલા શ્વાસ-પ્રશ્વાસ દ્વારા પ્રથમ ઉદ્દાત થાય છે તે સંખ્યાથી ઉપલક્ષિત દીર્ઘ-સૂક્ષ્મસંજ્ઞાવાળા પ્રાણાયામ વ્હેવાય છે.
આ પ્રકારે આના જ્ઞાન માટે-ઉદ્દાતના જ્ઞાન માટે સંખ્યાનું ગ્રહણ કરાયેલું છે. નાભિના મૂળથી પ્રેરિત વાયુનું મસ્તકમાં અભિહનન ઉદ્દાત છે. II૨-૫૦ની ભાવાર્થ :
પ્રાણાયામના અવાંતર ભેદોનો વિભાગ કરીને પ્રાણાયામના સ્વરૂપનું કથન : રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ દેશ, કાળ અને સંખ્યાથી દીર્ઘ-સૂક્ષ્મસંજ્ઞાવાળો :
પ્રાણાયામ કરનાર યોગી શ્વાસનું રેચન કરે છે ત્યારે તે શ્વાસ નાભિના સ્થાનથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે અને તે નાસાથી બાર અંગુલાદિ પ્રમાણ નીચે જાય ત્યાં સુધી કાઢવા યત્ન કરે છે અને કાળથી તે પ્રાણનું રેચન અને ગ્રહણ છત્રીશ માત્રાદિ પ્રમાણથી કરે છે અર્થાત્ છત્રીશ આદિ ક્ષણો સુધી રેચન, પૂરણ અને કુંભન કરે છે અને સંખ્યાથી આટલા વખત રેચન આદિ કરે ત્યારે પ્રથમ ઉદ્દાત થાય છે તેવો નિર્ણય કરે છે. અર્થાત્ પ્રથમ ઉદ્દાત એટલે રેચનકાળમાં નાભિથી માંડીને તે વાયુ મસ્તકમાં અભિહનન કરીને પછી બાર અંગુલાદિ સુધી બહાર આવે ત્યારે પ્રથમ ઉદ્દાત થયો કહેવાય.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, અભ્યાસ દશામાં પ્રાણાયામ કરનાર યોગી રેચનાદિ કરતા હોય ત્યારે તે વાયુ નાભિમાંથી નીકળીને મસ્તકમાં હનન કરીને બાર આંગળ સુધી જતો નથી, પરંતુ જે યોગી અનેક વખત રેચનાદિ પ્રાણાયામ કરે ત્યારપછી કેટલાક પ્રાણાયામ કર્યા પછી તે વાયુ નાભિમાંથી નીકળીને મસ્તકમાં હનન કરીને બાર અંગુલાદિ સુધી જાય છે ત્યારે તે પ્રાણાયામ ઉદ્દાતવાળો થાય છે. આ પ્રમાણે દેશ, કાળ અને સંખ્યાથી જોવાતો પ્રાણાયામ દીર્ઘ-સૂક્ષ્મ સંજ્ઞાવાળો છે તેમ કહેવાય છે. II૨-૫૦ના