________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૨-૫૩
ટીકાર્થ :
તતઃ .......વિનયતીત્યર્થઃ । તેનાથી-તે પ્રાણાયામથી, પ્રકાશનું=ચિત્તસત્વગત પ્રકાશનું, જે ક્લેશરૂપ આવરણ તે ક્ષય પામે છે અર્થાત્ વિનાશ પામે છે. II૨-૫૨॥
ભાવાર્થ :
ચારે પ્રકારના પ્રાણાયામનું ફળ :
પાતંજલયોગસૂત્ર ૨-૫૦/૫૧માં ચાર પ્રકારના પ્રાણાયામો કહ્યા તે પ્રાણાયામના સેવનથી યોગીને વિવેકખ્યાતિનો બોધ કરવો છે અને તે બોધમાં બાધક એવા ચિત્તના ક્લેશો યોગીને વિવેકખ્યાતિ પ્રાપ્ત થવામાં અવરોધક છે. જે યોગીઓ પ્રાણાયામ કરીને ચિત્તના ક્લેશોરૂપ આવરણોનો ક્ષય કરે છે તેઓ વિવેકખ્યાતિરૂપ યોગની નિષ્પત્તિને અનુકૂળ નિર્મળ ચિત્તવાળા બને છે. II૨-૫૨
અવતરણિકા :
फलान्तरमाह
૨૫૫
-
અવતરણિકાર્ય :
અન્ય ફળને કહે છેચાર પ્રકારના પ્રાણાયામનું પાતંજલયોગસૂત્ર ૨-૫૨માં ફળ બતાવ્યું. તેના કરતાં અન્ય ફળને કહે છે –
સૂત્ર :
धारणासु च योग्यता मनसः ॥२-५३ ॥
સૂત્રાર્થ :
અને ધારણામાં મનની યોગ્યતા થાય છે. II૨-૫૩॥
ટીકા :
'धारणास्विति' - धारणा वक्ष्यमाणलक्षणास्तासु प्राणायामैः क्षीणदोषं मनो यत्र यत्र धार्यते तत्र तत्र स्थिरीभवति, न विक्षेपं भजते ॥२-५३ ॥
ટીકાર્ય
.....
धारणा . મનતે । વક્ષ્યમાણ લક્ષણવાળી=પાતંજલયોગસૂત્ર ૩-૧માં વ્હેવાશે તે સ્વરૂપવાળી, ધારણા છે. તેમાં પ્રાણાયામ દ્વારા ક્ષીણદોષવાળું મન જ્યાં જ્યાં ધારણ કરાય છે ત્યાં ત્યાં સ્થિર થાય છે, વિક્ષેપને પામતું નથી. II૨-૫૩॥