________________
૨૬૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી / ઉપસંહાર બદલે વિજ્ઞભૂત બને છે. તે આ રીતે –
કોઈ યોગી જિનગુણનું પ્રણિધાન કરીને જિનગુણના સ્વરૂપનું ચિંતવન કરે તો તેના દ્વારા યોગમાર્ગને અનુકૂળ એવું ચિત્ત સમાધાનવાળું બને છે. પ્રાણાયામાદિ હઠયોગ ઉચ્છવાસના નિરોધરૂપ હોવાથી તે પ્રકારે જિનગુણના પ્રણિધાનથી જે અંતરંગ યોગની નિષ્પત્તિ થાય છે તેમાં વિજ્ઞભૂત બને છે આથી જ અન્નત્થસૂત્ર બોલીને કાર્યોત્સર્ગમાં લોગસ્સાદિ સૂત્રો બોલાય છે.
જે યોગી તે સૂત્રના અર્થના પર્યાલોચનપૂર્વક તે અર્થોનો પોતાના આત્માને સ્પર્શ થાય તે રીતે કાયોત્સર્ગ કરતાં હોય ત્યારે પ્રાણના રોધરૂપ પ્રાણાયામ તે પ્રકારના અંતરંગ યત્નમાં વિજ્ઞભૂત બને છે માટે યોગનિષ્પત્તિ અર્થે જિનગુણના પ્રણિધાનવાળો ઉપયોગ જ આવશ્યક છે અને તેમાં વિજ્ઞભૂત ઉચ્છવાસ નિરોધ અનિષ્ટ છે, આમ છતાં કોઈક યોગી જિનગુણનું પ્રણિધાન કરીને અંતરંગ ઉદ્યમ કરવા અસમર્થ હોય અને તેનું ચિત્ત આમ તેમ ભટકતું હોય તો તેવું ચિત્ત કાયોત્સર્ગમાં સ્થિરતાને પામતું ન હોય અને ક્વચિત્ પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા ચિત્તને શાંત કરે અને તે શાંત થયેલા ચિત્ત દ્વારા જિનગુણના પ્રણિધાનથી કાયોત્સર્ગાદિ ક્રિયા કરે તો તેવા યોગીને પ્રાણાયામાદિ હઠયોગ પૂર્વભૂમિકારૂપે ઇષ્ટ પણ બને. આમ છતાં નિશ્ચિત ઉપાય તો જિનગણના પ્રણિધાનપૂર્વક કાયોત્સર્ગની ક્રિયા છે અને તેમાં વિજ્ઞભૂત એવો પ્રાણાયામાદિ હઠયોગ ત્યાજ્ય છે.
ઉપરમાં કહ્યું એ રીતે યોગસમાધાનમાં વિનભૂત પ્રાણાયામ ત્યાજય છે તે કારણથી અધ્યાત્માદિ પાંચ યોગોમાંથી અધ્યાત્મ અને ભાવનારૂપ યોગના સંબંધથી ઉપઍહિત એવો સમતાના પરિણામનો પ્રવાહ જેને જ્ઞાનયોગ કહેવાય છે, તે જ્ઞાનયોગ જ મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે રાજયોગ છે અર્થાત્ મુખ્યયોગ છે, પરંતુ પ્રાણાયામાદિ હઠયોગ મુખ્યયોગ નથી, તેથી સમતાના પરિણામરૂપ રાજયોગ જ ચિત્તજયનો અને ઇન્દ્રિયજયનો પરમ ઉપાય છે.
આશય એ છે કે, અધ્યાત્મ અને ભાવનાથી આત્માને ભાવિત કરવામાં આવે તો જગતના તમામ ભાવો પ્રત્યે ચિત્ત સમભાવવાળું થાય છે અને આ સમભાવવાળું ચિત્ત અસંગપરિણામસ્વરૂપ હોવાથી તેને જ્ઞાનયોગ કહેવાય છે અને જે યોગીઓ આ પ્રકારે અધ્યાત્માદિ યોગોમાં યત્ન કરીને અસંગભાવના પરિણામવાળા બને છે તેમનું ચિત્ત વિષયોમાં સંગ પામતું નથી અને તેમની ઇન્દ્રિયો ઉત્સુક થઈને પદાર્થમાં પ્રવર્તતી નથી, તેથી ચિત્તનો જય અને ઇન્દ્રિયોનો જય કરવો હોય તો રાજયોગરૂપ જ્ઞાનયોગમાં યત્ન કરવો જોઈએ, પરંતુ પ્રાણાયામાદિ હઠયોગમાં યત્ન કરવો ઉચિત નથી.
બીજા સાધનપાદનો ઉપસંહાર કરતાં કહે છે –
ટીકા:
तदेवं प्रथमपादोक्तलक्षणस्य योगस्याङ्गभूतं क्लेशतनूकरणफलं क्रियायोगमभिधाय क्लेशानामुद्देशं स्वरूपं कारणं क्षेत्रं फलं चोक्त्वा कर्मणामपि भेदं कारणं स्वरूपं फलं