________________
૨૬૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અર્થે ભગવાનની સ્તુતિ કરનાર પૂજય આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજાના વીતરાગસ્તોત્ર પ્રકાશ૧૪ શ્લોક-૨ના વચનને કહે છે –
“હે ભગવંત ! તમે ઇન્દ્રિયોને સંયમિત પણ કરી નથી અને ઉશૃંખલ પણ કરી નથી એ પ્રકારના સમ્યગૂ પ્રતિપદથી=ઇન્દ્રિયના નિયંત્રણ અને ઉશૃંખલના યત્ન વગર સમ્યમ્ ચિત્તના નિરોધથી, તમારા વડે ઇન્દ્રિયોનો જય કરાયો છે.
આનાથી એ ફલિત થાય છે કે, ભગવાનને વિષયોના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન હોવાને કારણે અને તે પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન સ્પર્ધાત્મક હોવાને કારણે તેમનું ચિત્ત વિષયો પ્રત્યે સંગ ન પામે તેવું નિરોધ પામેલું છે, તેથી ઇન્દ્રિયોના વિષયોના સંપર્કમાં તેમને તે ઇન્દ્રિયોના વિષયો સાથે સંપર્ક ન પામે તે પ્રકારે સંયમ રાખવાની અપેક્ષા રહેતી નથી. જેમનું ચિત્ત વિષયો પ્રત્યે સંગ ન પામે તેવું નિરોધ પામેલું નથી તેમની ઇન્દ્રિયો ઉશ્રુંખલ છે, ભગવાને ચિત્તનો વિરોધ કરેલ હોવાથી તેવી ઉશ્રુંખલ ઇન્દ્રિયો ભગવાનની નથી, માટે ભગવાને ઇન્દ્રિયોના જય કર્યો છે. વિશેષાર્થ :
જે યોગીઓનું ચિત્ત નિરોધદશાને પામ્યું નથી આમ છતાં વસ્તુના સ્વભાવની ભાવના દ્વારા ચિત્તનિરોધ કરવા માટે યત્ન કરી રહ્યા છે, તે યોગીઓને વસ્તુસ્વભાવની ભાવનાને સ્પર્ધાત્મક બનાવવા ઇન્દ્રિયોના વિષયો વિજ્ઞભૂત છે, તેથી અભ્યાસદશાવાળા તે યોગીઓ ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહીને ઇન્દ્રિયોને સંયમિત કરવા પ્રયત્ન કરે છે અને આત્મામાં સંગનો પરિણામ વિદ્યમાન હોવાથી ઇન્દ્રિયો કંઈક ઉશ્રુંખલ છે તે ઇન્દ્રિયોની ઉશૃંખલતાને દૂર કરવા માટે શાસ્ત્રથી આત્માને ભાવિત કરે છે, પરંતુ જે યોગીઓએ ઇન્દ્રિયોનો પરમજય પ્રાપ્ત કર્યો છે તે યોગીઓનું ચિત્ત અસંગભાવમાં વર્તતું હોવાથી નિરોધ અવસ્થાવાળું છે તેવા યોગીઓને ઇન્દ્રિયોના પરમજય માટે ઇન્દ્રિયોના સંયમની અપેક્ષા નથી, પરંતુ ચિત્તના નિરોધથી જ તેઓની ઇન્દ્રિયો વિષયો પ્રત્યે રાગાદિ સંશ્લેષ વગરની બનેલી છે. પ્રાણાયામાદિ હઠયોગ ઇન્દ્રિયજયનો નિશ્ચિત ઉપાય નથી, અધ્યાત્મ અને ભાવનાથી ઉપભ્રંહિત સમતાના પરિણામનો પ્રવાહી એવો જ્ઞાનયોગ નામનો રાજયોગ ચિત્તજયનો અને ઇન્દ્રિયજયનો પરમ ઉપાય :
પતંજલિઋષિ હઠયોગરૂપ પ્રાણાયામથી ચિત્તનિરોધ અને ઇન્દ્રિયજય સ્વીકારે છે, તે વચન પણ એકાંતે નિરવદ્ય નથી; કેમ કે પ્રાણાયામરૂપ હઠયોગ ચિત્તનિરોધ પ્રત્યે કે ઇન્દ્રિયજય પ્રત્યે પરમ ઉપાય નથી પરંતુ કોઈક યોગીને ચિત્તને સ્થિર કરવામાં સહાયક બને તે અપેક્ષાએ ઉપાય સ્વીકારી શકાય પરંતુ મુખ્ય ઉપાય તો વસ્તુસ્વભાવની ભાવના છે.
વળી, આગમમાં પ્રાણાયામાદિ હઠયોગનો યોગના સમાધાનમાં વિનરૂપ સ્વીકારીને નિષેધ પણ કરેલો છે, તેથી કેટલાક યોગીઓને તે પ્રાણાયામાદિ હક્યોગ જ યોગસાધનામાં ઉપાયભૂત થવાને