________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ / ઉપસંહાર * પ્રથમ પાદમાં બતાવેલ સ્વરૂપવાળો યોગ છે અને તે યોગના અંગભૂત એવું ક્લેશોનું તનૂકરણ=ક્લેશોની અલ્પતા છે.
* ક્લેશોની અલ્પતા ક્રિયાયોગથી થાય છે તેથી બીજા સાધનપાદના પ્રારંભમાં ક્રિયાયોગ બતાવેલ
છે.
૨૬૮
* ક્રિયાયોગને બતાવ્યા પછી ક્રિયાયોગથી ક્લેશોનું તનૂકરણ થાય છે તે ક્લેશોનું ઉદ્દેશ, સ્વરૂપ, કારણ, ક્ષેત્ર અને ફળ બતાવ્યું.
* કલેશોનું ફળ કર્મ છે તેથી કર્મના ભેદ, કારણ, સ્વરૂપ અને ફળ ત્યારપછી બતાવ્યા. * કર્મનું ફળ એ કર્મોનો વિપાક છે તેથી કર્મના વિપાકનું સ્વરૂપ અને ત્યારપછી કારણ બતાવ્યું. * આ સર્વ કથનથી ક્લેશોનું ત્યાજ્યપણું સિદ્ધ થયું; કેમ કે ક્લેશો યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્નભૂત છે.
* ત્યાજય એવા ક્લેશોનો ત્યાગ જ્ઞાન વગર થઈ શકતો નથી અને જ્ઞાન શાસ્ત્રને આધીન છે. * શાસ્ત્ર હેય એવા ક્લેશોના હાનના કારણો અને ઉપાદેય એવા યોગના ઉપાદાનના કારણો બતાવે છે.
* તે શાસ્ત્ર આ પાતંજલયોગસૂત્રનો બીજો સાધનપાદ છે, તેનાથી બોધ કર્યા પછી યોગીઓ હેયનો ત્યાગ કરવા અર્થે ચાર ગુણપર્વોને આશ્રયીને ધ્યાનમાં ઉદ્યમ કરે છે તે હેય ચતુર્વ્યૂહાત્મક છે.
* ચતુર્વ્યૂહાત્મક હેયના હાન વગર યોગના સ્વરૂપની નિષ્પત્તિ=પ્રાપ્તિ, થતી નથી તેથી હાન સહિત ચતુર્વ્યૂહને સ્વ-સ્વકારણ સહિત બતાવેલ છે.
* હાન સહિત ચતુર્વ્યૂહને સ્વ-સ્વકારણ સહિત બતાવીને ઉપાદેયના કારણભૂત એવી વિવેકખ્યાતિના કારણભૂત એવા અંતરંગભાવરૂપે અને બહિરંગભાવરૂપે રહેલા આઠ યોગાંગોમાંથી યમ અને નિયમરૂપ યોગાંગને ફળ સહિત બતાવેલ છે.
* ત્યારપછી આસનથી માંડીને ધારણા પર્યંતના યોગાંગો પરસ્પર કઈ રીતે ઉપકાર્ય-ઉપકારકભાવરૂપે રહેલા છે તે બતાવીને પ્રત્યેકના લક્ષણ કરવાપૂર્વક ફળ બતાવેલ છે.
સાધનપાદના કથનથી પ્રાપ્ત થતો ફલિતાર્થ :
* યોગ યમ અને નિયમ દ્વારા પ્રાપ્ત બીજભાવવાળો છે અર્થાત્ યોગની પ્રાપ્તિમાં યમ-નિયમ બીજસ્થાનીય છે.
* યમ અને નિયમ વડે પ્રાપ્ત બીજભાવવાળો યોગ અને આસન અને પ્રાણાયામ દ્વારા અંકુરિત બને છે અર્થાત્ યોગની પ્રાપ્તિમાં આસન અને પ્રાણાયામ અંકુરસ્થાનીય છે.
* યમ-નિયમ દ્વારા પ્રાપ્ત બીજભાવવાળો યોગ આસન અને પ્રાણાયામ દ્વારા અંકુરિત બનીને પ્રત્યાહાર દ્વારા પુષ્પિત બને છે અર્થાત્ યોગની પ્રાપ્તિમાં પ્રત્યાહાર પુષ્પસ્થાનીય છે.