________________
૨૬૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી “ચક્ષુના વિષયમાં આવેલું રૂપ નહિ જોવું શક્ય નથી પરંતુ તે રૂપને જોવામાં જે રાગ-દ્વેષ થાય છે તેનું પરિવર્જન સાધુ કરે.”
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સાધુ ભિક્ષા વગેરે માટે ગયેલા હોય કે વસતિ આદિમાં કોઈ સન્મુખ આવેલું હોય ત્યારે ઇન્દ્રિયોના વિષયરૂપ સ્ત્રી વગેરેનું દર્શન ન જ થાય તેવું તો શક્ય નથી, પરંતુ સાધુએ રૂપ વગેરે જોઈને વિકાર ન થાય તે રીતે આત્માને ભાવિત કરવો જોઈએ અને ઉત્સુકતાપૂર્વક સ્ત્રી આદિને જોવી જોઈએ નહિ અને સહસા દૃષ્ટિ પડે તો લોહી-માંસ વગેરે અશુચિવાળો આ દેહ છે તે રીતે ઉપસ્થિતિ થાય તેવો સ્થિરપરિણામ રાખવો જોઈએ અને અતિસ્થિર ભૂમિકા પામેલા યોગીઓ તે સ્ત્રી વગેરેના સહસા દર્શનકાળમાં પણ તેનો અંતરંગ આત્મા શુદ્ધ આત્મસ્વરૂપ છે એ રીતે જોનારા હોય છે. શરીરાદિના પગલો આત્માથી ભિન્ન અસાર પુદ્ગલો છે, તેમ જ તેમને દેખાય છે તેથી તે મહાત્મા તે પ્રકારના ઉપયોગ દ્વારા રાગ-દ્વેષનું પરિવર્જન કરે છે.
આનાથી એ ફલિત થાય છે કે, ઇન્દ્રિયના જયને પામેલા યોગીઓ સર્વથા ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરતા નથી એવું નથી પરંતુ ઇન્દ્રિયોના વિષયો સાથે સંશ્લેષ પામતા નથી તેવો અર્થ ફલિત થાય છે, માટે પાતંજલદર્શનકાર જે કહે છે કે ઇન્દ્રિયજયવાળા યોગીઓની ઇન્દ્રિયો પ્રયત્ન કરવા છતાં વિષયોમાં જતી નથી તે કથન સર્વથા સંગત નથી પરંતુ વિષયોમાં સંશ્લેષ પામીને વિષયોમાં જતી નથી એમ કહી શકાય.
વળી પાતંજલદર્શનકાર જે કહે છે કે, ઇન્દ્રિયજયવાળા યોગીની ઇન્દ્રિયો પ્રયત્ન કરવા છતાં વિષયોમાં જતી નથી. એ કથન સંગત નથી તે બતાવવા અર્થે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે –
જ્ઞાનથી એક સાધ્ય એવા પરમ ઇન્દ્રિયજયમાં પ્રયત્નમાત્રનું અનપેક્ષપણું છે અર્થાત્ ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તાવવારૂપ પ્રયત્ન કરવાની અપેક્ષા નથી અને ઇન્દ્રિયોને વિષયોથી પાછી ખેંચવાના પ્રયત્નની પણ અપેક્ષા નથી તો ઇન્દ્રિયજય કઈ રીતે થાય ? તેથી કહે છે –
ઇન્દ્રિયોના પારમાર્થિક સ્વરૂપનું સ્પર્ધાત્મક જ્ઞાન થાય તેનાથી જ ઇન્દ્રિયોનો જય થાય છે, તેથી સ્પર્ધાત્મક જ્ઞાનથી એક સાધ્ય પરમ ઇન્દ્રિયજય છે. જે યોગીઓને ઇન્દ્રિયોના વિષયોનું પારમાર્થિક જ્ઞાન થયું છે તે યોગીઓનું ચિત્ત સદા આત્મામાં સંગને ધારણ કરનાર હોવાથી વિષયોમાં સંગવાળું બનતું નથી, તેથી તે યોગીનું ચિત્ત વિષયો તરફ જવા માટે ઉત્સુક નહિ હોવાથી નિરોધદશાને પામેલું છે. ઇન્દ્રિયજય માટે ચિત્તનો વિરોધ કરવો આવશ્યક છે અને તે ચિત્તનિરોધ એક સ્પર્ધાત્મક જ્ઞાનથી સાધ્ય છે. તેથી ચિત્તનિરોધના પ્રયત્નથી અતિરિક્ત ઇન્દ્રિયોને વિષય તરફ ન જાય તેવી બનાવવા અર્થે કોઈ પ્રયત્નની અપેક્ષા નથી, આથી જ જે યોગીઓનું ચિત્ત નિરોધ પામેલું છે, તે યોગીઓ વિષયોમાં ઇન્દ્રિયો ન જાય તેના માટે કોઈ પ્રયત્ન કરતા નથી; કેમ કે ઇન્દ્રિયજયવાળા યોગીઓને ઇન્દ્રિયજય અર્થે ચિત્તનિરોધથી અતિરિક્ત કોઈ પ્રયત્નની અપેક્ષા નથી અને આ કથનની પુષ્ટિને