________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
આચારાંગ અધ્યયન-૩ / ઉદ્દેશો-૧માં કહેલ ‘“નસ્લિમે ..... વંમવું' ઉદ્ધરણ આપ્યું તે ઉદ્ધરણનો અર્થ સ્પષ્ટ કરતાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે -
-
૨૬૩
અભિસમન્વાગતમાં અશ્મિ + સમ્ + અનુ+ આવત છે. તેમાં અમિનો અર્થ કરે છે – મનપરિણામને પરતંત્ર એવા ઇન્દ્રિયોના વિષયોથી અતિઉપયોગસ્વરૂપ અભિમુખપણારૂપે નિર્ધારણ. તેનો અર્થ એ છે કે, જે જીવોના મનનો પરિણામ વિષયોમાં સંશ્લેષવાળો છે તેને પરતંત્ર ઇન્દ્રિયોના વિષયો બને છે–તેને પરતંત્ર તે તે ઇન્દ્રિયના તે તે વિષયો ઇષ્ટ કે અનિષ્ટ બને છે અને તેનાથી અતિઉપયોગસ્વરૂપ અભિમુખપણારૂપે જે યોગીઓ વસ્તુસ્વભાવની ભાવના કરે છે તેમનું ચિત્ત વિષયોના સમ્યગ્ સ્વરૂપના જ્ઞાનથી આ વિષયો મને ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી એ પ્રકારના નિર્ધારણવાળું બને છે તેથી તે તે વિષયોમાં સંશ્લેષ ન પામે તેવું અતિઉપયોગસ્વરૂપવાળું તેમનું ચિત્ત બને છે.
વળી, અભિમુખપણાથી તે યોગી સમ્યગ્ નિર્ધારણ કરે છે તે સમ્નો અર્થ છે. શું સમ્યગ્ નિર્ધારણ કરે છે ? તે બતાવે છે – સ્વરૂપથી આ વિષયો મને ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી અર્થાત્ આત્મા વિષયોમાં સંશ્લેષવાળો બને છે ત્યારે વિષયો ઇષ્ટ કે અનિષ્ટ બને છે, પરંતુ સ્વરૂપથી તે વિષયો ઇષ્ટ કે અનિષ્ટ નથી, તેવું નિર્ધારણ થવાને કારણે ઇન્દ્રિયો અનુ આત છે=પશ્ચાત્ આગત છે=વિષયો પ્રત્યેના સંશ્લેષથી પાછી વળેલી છે. ઇન્દ્રિયો વિષયો પ્રત્યેના સંસર્ગથી પાછી આવેલી છે તેનો અર્થ સ્પષ્ટ કરે છે – યથાર્થ સ્વભાવથી પરિચ્છિન્ન છે, અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોના યથાર્થ સ્વભાવથી ઇન્દ્રિયોના વિષયોનો બોધ છે. જે યોગીને આવો બોધ છે તે યોગી આત્મવાન છે= આત્માના પોતાના સ્વરૂપમાં વસનારો છે.
આત્મવાન ઇત્યાદિ પરસ્પર ઇન્દ્રિયજયનો ફલાર્થવાદ છે એમ જે કહ્યું. તેનો ભાવ આ પ્રમાણે
છે
ઇન્દ્રિયોના જયને કારણે આત્મા આત્મવાન બને છે આથી ઇન્દ્રિયજયનું ફળ આત્મવાન છે, આત્મા આત્મવાન છે આથી જ જ્ઞાનવાળો છે; કેમ કે આત્મા પોતાના સ્વરૂપમાં રહે એ જ એનું પારમાર્થિક જ્ઞાન છે, વિષયોમાં સંશ્લેષવાળું જ્ઞાન એ પારમાર્થિક જ્ઞાન નથી તે જ્ઞાન જીવનો વિનાશ કરે તેવું વિપરીત જ્ઞાન છે, તેથી આત્મવાનનું ફળ જ્ઞાનવાન છે. વળી જ્ઞાનવાન છે આથી જ વેદવાન છે=શાસ્ત્રના પરમાર્થને જાણનાર છે; કેમ કે શાસ્ત્રના પરમાર્થ એ છે કે, આત્માના સંગભાવનો ત્યાગ કરીને અસંગભાવમાં જવા ઉદ્યમ કરવો જોઈએ. જ્ઞાનવાન એવા તે યોગી અસંગભાવમાં વર્તે છે માટે વેદવાન છે અને વેદવાન છે આથી જ ધર્મવાન છે અર્થાત્ આત્મા પોતાના સ્વાભાવિક ધર્મવાળો છે. આત્મા પોતાના સ્વાભાવિક ધર્મવાળો હોવાથી બ્રહ્મવાન છે; કેમ કે બ્રહ્મસ્વરૂપ પોતાના સ્વભાવમાં નિવેશ પામી રહ્યો છે, આથી જ ઇન્દ્રિયજયનો ફલાર્થવાદ આત્મવાન ઇત્યાદિ પરસ્પર છે.
વળી, પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ઇન્દ્રિયોનો પ૨મજય બતાવ્યો. તે વિષયમાં અન્યત્ર જે કહેવાયું છે તે બતાવીને તેની પુષ્ટિ કરે છે –