________________
૨૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
રૂતિ શબ્દ ઉદ્ધરણથી સમાપ્તિસૂચક છે.
નવયુમ્ | અને પ્રાણાયામાદિ હઠયોગનો અભ્યાસ ચિત્તનિરોધમાં અને પરમ ઇન્ડિયામાં નિશ્ચિતત્રની, ઉપાય પણ નથી. “ઉશ્વાસનો નિરોધ કરવો જોઈએ નહિ” (આવશ્યક નિ. ગાથા-૧૫૧૦) ઇત્યાદિ આગમથી યોગના સમાધાનમાં વિદનપણું હોવાને કારણે બહુલતાએ તેનું નિષિદ્ધપણું છે પ્રાણાયામાદિ હઠયોગનું નિષિદ્ધપણું છે. તે કારણથી પ્રાણાયામાદિ હઠયોગ ઇન્દ્રિયજ્યનો ઉપાય નથી તે કારણથી, અધ્યાત્મ અને ભાવનાથી ઉપઍહિત સમતાના પરિણામનો પ્રવાહી એવો જ્ઞાનયોગ નામનો રાજ્યોગ જ ચિત્તજ્યનો અને ઇન્દ્રિયજયનો પરમ ઉપાય છે એ પ્રમાણે યુક્ત છે.
ભાવાર્થ :
પાતંજલમત પ્રમાણે પ્રાણાયામથી ઇન્દ્રિયોનો જય એ રાજયોગ નથી પરંતુ હઠયોગ છે તેનું દિગ્દર્શન :
પાતંજલદર્શનકાર પ્રાણાયામથી ઇન્દ્રિયજય સ્વીકારે છે અને તે પ્રાણાયામ ભાવપ્રાણાયામરૂપ નથી પરંતુ શ્વાસ-ઉચ્છવાસ ઉપર નિયંત્રણ કરવાની ક્રિયારૂપ છે તેથી હઠયોગ છે અર્થાત્ હઠથી બળાત્કારથી ચિત્તને નિયંત્રિત કરવાની ક્રિયા છે, પરંતુ રાજયોગ ઇન્દ્રિયોના સંયમની પ્રાપ્તિ કરવાનો મુખ્ય માર્ગ, નથી.
ઇન્દ્રિયો પોતાને વશ થઈ છે એનો અર્થ પાતંજલદર્શનકાર કહે છે કે, ઇન્દ્રિયો વિષયને અભિમુખ જતી નથી તે ઇન્દ્રિયોની વશતા છે.
આ બંને કથનો પાતંજલદર્શનકારના ઉચિત હોવા છતાં પૂર્ણ ઉચિત નથી તે બતાવવા માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે – જૈનમતાનુસાર ઇન્દ્રિયોના પરમજયનું સ્વરૂપ :
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ઇન્દ્રિયોનો જય વસ્તુના સ્વભાવની ભાવનાથી થાય છે અર્થાત્ જીવ વસ્તુનો સ્વભાવ છે કે વિષયો સાથે સંશ્લેષ ન પામે અને બાહ્ય પદાર્થરૂપ વસ્તુનો સ્વભાવ છે કે ઇન્દ્રિયોથી તે બાહ્યપદાર્થરૂપ શેયનું ગ્રહણ થાય તોપણ તે વસ્તુ આત્મામાં એકત્વને પામીને સુખદુ:ખનું આપાદન કરતી નથી, આમ છતાં અજ્ઞાનને કારણે જીવને વસ્તુના સ્વભાવનો બોધ નહિ હોવાથી ઇન્દ્રિયોને પ્રાપ્ત થતા પદાર્થો મને પ્રાપ્ત થાય છે અને મને તે સુખાકારી છે તેવો ભ્રમ જીવને થાય છે.
જેમને શાસ્ત્રવચનના બળથી વસ્તુના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન થયું છે તેઓ તે વસ્તુના સ્વભાવનો યથાર્થ નિર્ણય કરીને તેનાથી આત્માને ભાવિત કરે છે અને તેનાથી ભાવિત થયેલા આત્માને ઇન્દ્રિયના વિકાર વગરની અવસ્થા પોતાના માટે સુખરૂપ છે અને વિષયોના સંગથી થતા ઇન્દ્રિયોના વિકારવાળી અવસ્થા પોતાના માટે દુ:ખરૂપ છે એવો સ્થિર નિર્ણય થાય છે અને તેના કારણે ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરવા પ્રત્યેની ઉત્સુકતા તે મહાત્માની શાંત થાય છે, તેથી તથાવિધ