________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-પપ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૨૫૯ જ નહિ પણ તે યોગી યત્નપૂર્વક બાહ્ય વિષયોને અભિમુખ ઇન્દ્રિયોને લઈ જવા યત્ન કરે તોપણ તે ઇન્દ્રિયો વિષયોને અભિમુખ બનતી નથી.
જેમ - માંસાહાર પ્રત્યે જેઓને અત્યંત જુગુપ્સા છે તેઓ યત્નપૂર્વક માંસ ખાવાનો વિચાર કરે તોપણ તે માંસ ગ્રહણ કરવાને અભિમુખ તેઓનો પરિણામ થતો નથી. તેમ – જે યોગીઓએ ચિત્તનો નિરોધ કરીને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર સુઅભ્યસ્ત કર્યો છે તેઓની ઇન્દ્રિયો તે પ્રકારે શાંત ભાવને પામેલી છે તેથી તે યોગીઓ વિષયોને જોઈને તેમાંથી આનંદ લેવાનો વિચાર કરે તો પણ શાંત ઇન્દ્રિયોના આનંદમાં મગ્ન થયેલું માનસ હોવાને કારણે વિષયોમાંથી આનંદ લઈ શકે તેવો ઇન્દ્રિયોનો પરિણામ યોગીને થતો નથી, આથી જ તેવા યોગીઓને સ્ત્રી આદિના રૂપને જોવાને બદલે તેની કાયામાં રહેલા અશુચિ ભાવો જોવાનો અત્યંત અભ્યાસ કર્યો હોવાથી તે સ્ત્રી આદિના કાયાની અત્યંત જુગુપ્તતાને કારણે તે સ્ત્રી આદિના રૂપને જોઈને તેમાંથી આનંદ લેવા માટે તેઓ સમર્થ બનતા નથી, તેથી તેવા યોગીઓની ઇન્દ્રિયો પરમ વશ્યતાને–પરમવશપણાને, પામેલી છે. પંર-પપ પાતંજલ યોગસૂત્ર ૨-પપ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની ટિપ્પણરૂપ વ્યાખ્યા : ___ [य.] व्याख्या-व्युत्थानध्यानदशासाधारणं वस्तुस्वभावभावनया स्वविषयप्रतिपत्तिप्रयुक्तरागद्वेषरूपफलानुपधानमेवेन्द्रियाणां परमो जयः इति तु वयम् । तथोक्तं शीतोष्णीयाध्ययने [ आचाराङ्ग, अध्ययन-३, उद्देशक-१]
"जस्सिमे सद्दा य रूपा य गंधा य रसा य फासा य अभिसमन्नागया भवंति से आयवं नाणवं वेयवं धम्मवं बंभवं" इत्यादि ।
अत्र "अभिसमन्वागता" इत्यस्य अभीत्याभिमुख्येन मन:परिणामपरतन्त्रात् इन्द्रियविषयादत्युपयोगलक्षणेन समिति सम्यग्स्वरूपेण नैते इष्टा अनिष्टा वेति निर्धारणया, अनु पश्चादागताः परिच्छिन्ना यथार्थस्वभावेन यस्येत्यर्थः, स आत्मवानित्यादि परस्परमिन्द्रियजयस्य फलार्थवादः । अन्यत्राप्युक्तम् -
"ण सक्का रूवमटुं चक्खूविसयमागयं । रागद्दोसा उ जे तत्थ ते भिक्खू परिवज्जए" ॥१॥ इत्यादि ।
चित्तनिरोधादतिरिक्तप्रयत्नानपेक्षत्वं तु परमेन्द्रियजये ज्ञानैकसाध्ये प्रयत्नमात्रानपेक्षत्वादेव निरूप्यते, तथा च स्तुतिकारः
"संयतानि तवा (न चा) क्षाणि न चोच्छृङ्खलितानि च । इति सम्यक्प्रतिपदा (त्व)येन्द्रियजयः कृतः" ॥१॥ इति ।
न च प्राणायामादिहठयोगाभ्यासश्चित्तनिरोधे परमेन्द्रियजये च निश्चित उपायोऽपि "ऊसासं ण णिरुंभइ" [ आव. नि. १५१० ] इत्याद्यागमेन योगसमाधानविघ्नत्वेन बहुलं तस्य