________________
૨૫૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૪-૫૫ છે તેથી તેઓના ચિત્તના નિરોધને કારણે તેઓની ઇન્દ્રિયો પણ વિષયોથી પ્રત્યાહત થઈને=વિમુખ થઈને, વર્તે છે અર્થાત્ વિષયો પ્રત્યે જઈને તે વિષયોમાંથી આનંદ પ્રાપ્ત કરવાના અભિમુખવાળી નથી પરંતુ વિમુખભાવવાળી હોવાથી તેઓની ઇન્દ્રિયો તેમના ચિત્તના સ્વરૂપને અનુસરનારી બને છે તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. રિ-પઝા
અવતરણિકા :
प्रत्याहारफलमाह - અવતરણિકાર્ય :
પ્રત્યાહારના ફળને ધે છે પાતંજલયોગસૂત્ર ૨-૫૪માં ઇન્દ્રિયોના પ્રત્યાહારરૂપ પાંચમું પ્રત્યાહાર નામનું યોગાંગનું સ્વરૂપ બતાવ્યું. હવે તે પ્રત્યાહાર નામના યોગાંગની પ્રાપ્તિ જે યોગીને થાય છે તેમને શું ફળ થાય છે તે બતાવે છે – સૂત્ર:
ततः परमा वश्यतेन्द्रियाणाम् ॥२-५५॥
સૂત્રાર્થ :
તેનાથી ઇન્દ્રિયોના પ્રત્યાહારથી, ઇન્દ્રિયોની પરમ વશ્યતા=પરમવશપણું યોગીને થાય છે. ર-પપી. ટીકા?
'तत इति'-अभ्यस्यमाने हि प्रत्याहारे तथा वश्यानि आयत्तानीन्द्रियाणि सम्पद्यन्ते तथा बाह्यविषयाभिमुखतां नीयमानान्यपि न यान्तीत्यर्थः ॥२-५५॥ ટીકાર્ય :
મ્યસ્થમાને કૃત્યર્થ: II અભ્યસ્યમાન અભ્યાસ કરાતો પ્રત્યાહાર હોતે છતે, તે પ્રકારે વશ્ય આધીન, ઇન્દ્રિયો થાય છે, જેથી તે પ્રકારે લઈ જવાથી પણ વિષયો પ્રત્યે ઇન્દ્રિયોને લઈ જ્વામાં આવે તોપણ, બાહા વિષયોની અભિમુખતાને પામતી નથી એ પ્રમાણે અર્થ છે. પર-પપII.
ભાવાર્થ :
યોગના પાંચમા અંગરૂપ પ્રત્યાહારનું ફળ :
કોઈ યોગી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરવા માટે અભ્યાસ કરે અને તે અભ્યાસ પ્રકર્ષવાળો થાય ત્યારે તે ઇન્દ્રિયો તે યોગીઓને આધીન બને છે, તેથી પૂર્વમાં ઇન્દ્રિયોની ઉત્સુક્તાને આધીન બાહ્ય વિષયોને જોવાને અભિમુખ ઇન્દ્રિયો જતી હતી તે હવે બાહ્ય વિષયોને અભિમુખ જતી નથી, એટલું