________________
૨૫o
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૪ ટીકાર્થ :
ક્રિયાળિ .. 3g: I ઇન્દ્રિયો વિષયોથી પાછી ફરે છે આમાં એ પ્રત્યાહાર છે.
આ રીતે પ્રત્યાહારનો વ્યુત્પત્તિ અર્થ બતાવીને તે પ્રત્યાહાર કઈ રીતે નિષ્પન થાય છે ? તે બતાવે છે –
ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનો સ્વવિષય રૂપાદિ છે, તેની સાથે સંયોગ-તેને અભિમુખપણાથી વર્તન, તેનો અભાવ ઇન્દ્રિયોના વિષયોના અભિમુખપણાનો ત્યાગ કરીને, સ્વરૂપમાત્રમાં અવસ્થાન, તે હોતે છતે ઇન્દ્રિયોનું સ્વરૂપમાત્રમાં અવસ્થાન હોતે છતે, ચિત્તના સ્વરૂપમાત્રને અનુસારી ઇન્દ્રિયો થાય છે.
કેમ ચિત્તના સ્વરૂપમાત્રને અનુસરનારી ઇન્દ્રિયો થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
જે કરણથી મક્ષિા માખીઓ જેમ મધુકરાજને અનુસરે છે તેમ ચિત્તને અનુસરનારી સર્વે ઇન્દ્રિયો પ્રતીત થાય છે, આથી જ ચિત્તનિરોધ કરાયે છતે તે ઇન્દ્રિયો પ્રત્યાહત અર્થાત્ પોતપોતાના વિષયોથી વિમુખ, થાય છે. તેઓનો=ઇન્દ્રિયોનો તસ્વરૂપનો અનુકાર=ચિત્તના સ્વરૂપનું અનુસરણ, પ્રત્યાહાર કહેવાય છે. ll૨-૫૪ll.
ભાવાર્થ :
(૫) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં પાંચમા યોગાંગરૂપ પ્રત્યાહારનું સ્વરૂપ :
ચક્ષુ વગરે ઇન્દ્રિયોનો વિષય રૂપાદિ છે અને તે વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ એટલે તે વિષયોને અભિમુખ=અનુસરનારું, ઇન્દ્રિયોનું વર્તન હોય છે. જયારે ઇન્દ્રિયોનો વિષયને અભિમુખભાવનો ત્યાગ થાય છે ત્યારે ઇન્દ્રિયો પોતાના સ્વરૂપમાં અવસ્થાન પામે છે ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરવા માટે અભિમુખ પ્રવર્તતી નથી પરંતુ વિષયોના ગ્રહણનો ત્યાગ કરીને શાંત થઈ ગયેલી હોય છે તે ઇન્દ્રિયોના વિષયનો અસંપ્રયોગ છે. આવો વિષયોનો અસંપ્રયોગઅસંયોગ, જે યોગીઓને થાય છે તે યોગીઓની ઇન્દ્રિયો તે યોગીના ચિત્તને અનુસરનારી બને છે, તેથી જેમ યોગીનું ચિત્ત વિષયો તરફ નહીં જવાના મનોવૃત્તિવાળું છે તેમ યોગીઓની ઇન્દ્રિયો પણ વિષયોને ગ્રહણ કરવાને અભિમુખભાવવાળી નથી પરંતુ વિમુખભાવવાળી છે તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે.
આ કથનને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે – જેમ માખીઓ મધુકરરાજની પાછળ ખેંચાઈને જાય છે તેમ ઇન્દ્રિયો ચિત્તનું અનુસરણ કરે છે, આથી જ માંસમાંથી આસ્વાદ લેવાને અનુકૂળ જે માંસાહારીઓનું ચિત્ત છે તેઓને માંસને જોઈને ખાવાનો પરિણામ થાય છે કેમ કે તેઓનું ચિત્ત ખાવામાં અભિમુખભાવવાળું છે અને જેઓ માંસને જુગુપ્સાથી જોનારા છે તેઓનું ચિત્ત માંસથી વિમુખભાવવાળું હોવાથી તેઓની ઇન્દ્રિયો પણ માંસને જોઈને માંસ ખાવાના પરિણામવાળી થતી નથી પરંતુ માંસને જોઈને જુગુપ્સા થવાથી માંસથી નિવર્તન પામે છે.
એ રીતે જે યોગીઓએ તત્ત્વનું ભાવન કરીને ચિત્તનો નિરોધ કર્યો છે તેનું ચિત્ત વિષયોને ગ્રહણ કરવા માટે અભિમુખભાવવાળું નથી પરંતુ આત્માના સ્વસ્થ ભાવોમાં વિશ્રાંત થવાના ભાવવાળું