________________
૨૫૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૧-૫૨ વળી આનો ચોથા પ્રાણાયામનો, વિષયકય આક્ષેપક નિરોધ છે રેચક્યો અને પૂરણનો વિષય પર્યાલોચન કરીને અંદરના વાયુનો નિરોધ છે. આ પણ=ચોથો પ્રાણાયામ પણ, પૂર્વની જેમ= પાતંજલયોગસૂત્ર ૨-૫૦માં કહ્યું તેમ, દેશ, કાળ અને સંખ્યાથી ઉપલક્ષિત જાણવો. રિ-૫૧ી ભાવાર્થ : ચોથા સ્તંભન પ્રાણાયામનું સ્વરૂપ :
યોગી પ્રારંભિક ભૂમિકામાં રેચક, પૂરક અને કુંભકરૂપ ત્રણ પ્રકારના પ્રાણાયામ કરે છે, તે વખતે પ્રથમ રેચક પ્રાણાયામ દ્વારા શ્વાસ બહાર કાઢે છે, પૂરક પ્રાણાયામ દ્વારા શ્વાસ અંદરમાં લે છે અને પૂરક પ્રાણાયામ કરીને અંદરમાં લીધેલ શ્વાસને અંદરમાં સ્થિર કરવા માટે કુંભક પ્રાણાયામ કરે છે.
આ પ્રાણાયામ પ્રથમ ઉદ્ધાતવાળો પ્રાપ્ત થાય એ માટે દેશ, કાળ અને સંખ્યાથી તેને જોવા માટે યત્ન કરે છે, તેથી તે પ્રાણાયામ દીર્ધ અને સૂક્ષ્મ બને છે. આ રીતે પ્રાણાયામ કર્યા પછી રેચક અને પૂરક પ્રાણાયામના વિષયોનું પર્યાલોચન કરીને અંદરમાં રહેલા વાયુનો રોધ કરવા માટે યત્ન કરે છે તે ચોથો પ્રાણાયામ થાય છે અર્થાત્ ત્રીજા પ્રાણાયામમાં રેચન અને પૂરણ પછી તરત કુંભન થતું હતું અને ચોથા પ્રાણાયામમાં રેચનાદિ ત્રણેય પ્રાણાયામો અમુક વખત કરીને નાભિથી માંડીને નીકળેલા વાયુ મસ્તકમાં હનન કરીને બહાર નીકળે તે પ્રકારનો ઉદ્દાત થાય, ત્યારપછી તેનું પર્યાલોચન કરીન યોગી નિર્ણય કરે છે કે મારી રેચન અને પૂરણની ક્રિયા દ્વારા પ્રાણ નાભિચક્રથી નિકળીને મસ્તકમાં અભિહનન કરીને બહાર નીકળે છે. ત્યારપછી જે કુંભન માટે યત્ન કરવામાં આવે તે ચોથો પ્રાણાયામ છે. ll-૫ll અવતરણિકા :
चतुर्विधस्यास्य फलमाह - અવતરણિકાર્ય :
ચારેય પ્રકારના આના=પ્રાણાયામના, ફળને ધે છે –
સૂત્ર:
તત: ક્ષીયતે પ્રશિવિર મ્ ાર-ધરા સૂત્રાર્થ :
તેનાથી=પ્રાણાયામથી, પ્રકાશનું આવરણ અર્થાત સૂમબોધનું આવરણ, ક્ષય પામે છે. Jર-પIL ટીકાઃ
'तत इति'-ततः तस्मात् प्राणायामात्, प्रकाशस्य-चित्तसत्त्वगतस्य यदावरणं क्लेशरूपं तत्क्षीयते विनश्यतीत्यर्थः ॥२-५२॥