________________
૨૫૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૧ અવતરણિકા:
त्रीन् प्राणायामानभिधाय चतुर्थमभिधातुमाह - અવતરણિતાર્થ :
ત્રણ પ્રકારના પ્રાણાયામને કહીને-રેચક, પૂરક અને કુંભકરૂપ ત્રણ પ્રકારના પ્રાણાયામને કહીને, ચોથા પ્રાણાયામને કહેવા માટે કહે છે – સૂત્ર :
बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः ॥२-५१॥
સૂત્રાર્થ :
બાહ્ય અને અત્યંતર વિષયનો આક્ષેપી અર્થાત આક્ષેપ કરીને પર્યાલોચન કરીને, જે સ્તંભરૂપ ગતિવિચ્છેદ તે ચોથો પ્રાણાયામ છે. ર-૫૧al ટીકાઃ
'बाह्येति'-प्राणस्य बाह्यो विषयो नामाद्वादशान्तादिः, आभ्यन्तरो विषयो हृदयनाभिचक्रादिः, तौ द्वौ विषयावाक्षिप्य पर्यालोच्य यः स्तम्भरूपो गतिविच्छेदः स चतुर्थः प्राणायामः, तृतीयस्मात् कुम्भकाख्यादयमस्य विशेषः स बाह्याभ्यन्तरविषयावपर्यालोच्यैव सहसा तप्तोपलनिपतितजलन्यायेन युगपत् स्तम्भवृत्त्या निष्पद्यते, अस्य तु विषयद्वयाक्षेपको निरोधः, अयमपि पूर्ववद्देशकालसङ्ख्याभिरुपलक्षितो द्रष्टव्यः ॥२-५१॥ ટીકાર્ય :
પ્રાણી ..... પ્રાણાયામ:, પ્રાણાયામનો બાહા વિષય મા શાન્તાઃિ નાસાથી બાર આદિ આંગળ સુધીનો છે. અત્યંતર વિષય હૃદય અને નાભિચક્રાદિ છે તે બંને વિષયોનો આક્ષેપ કરીને પર્યાલોચન કરીને, જે સ્તંભરૂપ ગતિવિચ્છેદ છે તે ચોથો પ્રાણાયામ છે.
અહીં પ્રશ્ન થાય કે ત્રીજા અને ચોથા પ્રાણાયામમાં શો ભેદ છે? તેથી કહે છે – તૃતીયમ્ભર્ ... Wવ્ય: II ત્રીજા એવા કુંભક્તામના પ્રાણાયામથી આનો ચોથા પ્રાણાયામનો, આ વિશેષ ભેદ, છે –
તે ત્રીજો કુંભનામનો પ્રાણાયામ, બાહા અને અત્યંતર વિષયનું પર્યાલોચન કર્યા વગર જ અર્થાત્ રેચક અને પૂરક પ્રાણાયામના વિષયનું પર્યાલોચન કર્યા વગર જ સહસા=એકાએક, તપાવેલા પત્થર ઉપર પડતા જગન્યાયથી અર્થાત્ તપાવેલા પત્થર ઉપર પડેલું જળનું બિંદુ તરત જ શોધાઈ જાય છે તેમ યુગપત્ સ્તંભનવૃત્તિથી નિષ્પન્ન થાય છે જેવી પૂરણની ક્રિયા કરે કે તરત સહસા તે પૂરણ થયેલો વાયુ સ્તંભન કરવામાં આવે ત્યારે ત્રીજો પ્રાણાયામ થાય છે.