________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૯-૫૦
૨૫૧
ભાવાર્થ :
(૪) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં ચોથા ચોગાંગરૂપ પ્રાણાયામનું સ્વરૂપ :
યોગની નિષ્પત્તિ અર્થે યોગાંગમાં યત્ન કરનારા યોગીઓ આસનમાં યત્ન કરીને આસનનો જય કર્યા પછી પ્રાણાયામરૂપ યોગાંગ વિશેષમાં યત્ન કરે છે અને તે પ્રાણાયામ સંસારી જીવો જે શ્વાસપ્રશ્વાસ ગ્રહણ કરે છે, તે સંસારી જીવોના શ્વાસ-પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ કરવા સ્વરૂપ છે.
કઈ રીતે શ્વાસ-પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ કરે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
બાહ્ય અને અત્યંતર સ્થાનોમાં શ્વાસ-પ્રશ્વાસને રેચન, સ્તંભન અને પૂરણ દ્વારા ધારણ કરે છે તે શ્વાસ, પ્રશ્વાસનો વિચ્છેદ છે, પરંતુ શ્વાસ, પ્રશ્વાસનો સર્વથા અભાવ પ્રાણાયામ નથી. ર-૪૯ll અવતરણિકા:
तस्यैव सुखावगमाय विभज्य स्वरूपं कथयति - અવતરણિતાર્થ :
તેના પ્રાણાયામના જ, સુખપૂર્વક બોધ માટે વિભાગ કરીને પ્રાણાયામના અવાંતરભેદોનો વિભાગ કરીને, પ્રાણાયામના સ્વરૂપને કહે છે – સૂત્રઃ __स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः ॥२-५०॥ સૂત્રાર્થ :
વળી બાહ્યવૃત્તિ, અત્યંતરવૃત્તિ અને સ્તંભવૃત્તિ એવો તે પ્રાણાયામ, દેશ, કાળ અને સંખ્યા વડે જોવાયેલો દીર્ધ અને સૂક્ષ્મ સંજ્ઞાવાળો છે. li૨-૫oll ટીકાઃ
‘स इति'-बाह्यवृत्तिः श्वासो रेचकः, अन्तर्वृत्तिः प्रश्वासः पूरकः, अन्तस्तम्भवृत्तिः कुम्भकः, तस्मिञ्जलमिव कुम्भे निश्चलतया प्राणा अवस्थाप्यन्त इति कुम्भकः, त्रिविधोऽयं प्राणायामो देशेन कालेन सङ्ख्यया चोपलक्षितो दीर्घसूक्ष्मसज्ञो भवति, देशेनोपलक्षितो यथानासाद्वादशान्तादौ, कालेनोपलक्षितो यथा-षट्त्रिशन्मात्रादिप्रमाणः, सङ्ख्ययोपलक्षितो यथा-इयतो वारान् कृत एतावद्भिः श्वासप्रश्वासैः प्रथम उद्घातो भवतीति, एतज्ज्ञानाय सङ्ख्याग्रहणमुपात्तम्, उद्घातो नाम नाभिमूलात् प्रेरितस्य वायोः शिरसि अभिहननम् H૨-૬૦ ||