________________
૨૪૪
પાતંજલચોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૩-૪૪ सूक्ष्मव्यवहितविप्रकृष्टदर्शनादिसामर्थ्यमाविर्भवति, कायस्य यथेच्छमणुत्वमहत्त्वादीनि એર-૪રૂા. ટીકાર્ય :
સમગીમાનં ... 3થાતિ, સમ્યમ્ રીતે અભ્યાસ કરાતો એવો તપ અર્થાત્ યોગી દ્વારા સેવાતો એવો તપ, ચિત્તના ક્લેશાદિસ્વરૂપ અશુદ્ધિના ક્ષય ધારા કયા અને ઇન્દ્રિયોની સિદ્ધિને ઉત્કર્ષને, આધાન કરે છે. ૩યમર્થ:– આ અર્થ છે પ્રસ્તુત સૂત્રનો આ અર્થ છે –
વન્દ્રીય ના.... મહત્ત્વાકીના ચાન્દ્રાયણાદિ તપ દ્વારા ચિત્તના ક્લેશોનો ક્ષય થાય છે, તેના ક્ષયથી ચિત્તના ક્લેશના ક્ષયથી, ઇન્દ્રિયોનું સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવું દર્શનાદિનું સામર્થ્ય પ્રગટ થાય છે અને કાયાનું યથેચ્છ=ઈચ્છા મુજબ અણુપણું, મહત્પણું વગેરે કરવાનું સામર્થ્ય પ્રગટ થાય છે. ||૨-૪3II. ભાવાર્થ : (૩) તારૂપ નિયમથી થતું ફળ :
જે યોગીઓ યોગમાર્ગના અત્યંત અર્થી છે અને યોગમાર્ગનો અતિશય કરવા અર્થે ચિત્તને બાહ્યવિષયોથી પરાઠુખ કરીને નિર્લેપતાને પ્રગટ કરવા અર્થે તપનો અભ્યાસ કરે છે અને તપના સેવનથી તેમના ચિત્તના ક્લેશાદિસ્વરૂપ અશુદ્ધિઓનો ક્ષય થાય છે, તેથી તેઓનું ચિત્ત અત્યંત અસંશ્લેષવાળું બને છે, તેના કારણે તેઓને કાયા અને ઇન્દ્રિયોની સિદ્ધિ થાય છે.
કેવા પ્રકારની કાયા અને ઇન્દ્રિયોની સિદ્ધિઓ થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તપના બળથી યોગીઓને પોતાની કાયા ઉપર તેવું પ્રભુત્વ પ્રાપ્ત થાય છે કે જેનાથી પોતાની ઇચ્છા અનુસાર કાયાને અણુ કે મહાન કરી શકે છે અને તપના બળથી તેઓની ઇન્દ્રિયો સૂક્ષ્મ, વ્યવધાનવાળા અને અત્યંત દૂર રહેલા પદાર્થનું દર્શન કરવા માટે સમર્થ બને છે. I-૪૩ અવતરણિકા :
स्वाध्यायस्य फलमाह -
અવતરણિકાર્ય :
સ્વાધ્યાય નામના નિયમનું ફળ બતાવે છે –
સૂત્ર:
स्वाध्यायादिष्टदेवतासम्प्रयोगः ॥२-४४॥