________________
૨૪૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૫-૪૬ સૂત્ર :
समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ॥२-४५॥
સૂત્રાર્થ :
ઈશ્વરના પ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થાય છે. પર-૪૫ll ટીકા :
'समाधीति'-ईश्वरे यत् प्रणिधानं भक्तिविशेषस्तस्मात् समाधेरुक्तलक्षणस्याऽऽविर्भावो भवति, यस्मात् स भगवानीश्वरः प्रसन्नः सन्नन्तरायरूपान् क्लेशान् परिहत्य समाधि સન્ડ્રોધથતિ ર-૪પી. ટીકાર્ય :
ફૅશરે ... સન્વોથતિ ઈશ્વરમાં જે પ્રણિધાન=ભક્તિવિશેષ, તેનાથી પૂર્વમાં સમાધિપાદમાં ક્ટવાયેલા સ્વરૂપવાળી સમાધિ આવિર્ભાવ પામે છે.
ઈશ્વરના પ્રણિધાનથી સમાધિ આવિર્ભાવ પામે છે તેના તાત્પર્યને સ્પષ્ટ કરે છે –
જેનાથી=ઈશ્વરના પ્રણિધાનથી, પ્રસન્ન થયેલા એવા તે ભગવાન ઈશ્વર અંતરાયરૂપ ક્લેશોનો પરિહાર કરીને સમાધિને સંબોધન કરે છે યોગીમાં સમાધિને પ્રગટ કરે છે. ર-૪૫ll
ભાવાર્થ :
(૫) ઈશ્વરના પ્રણિધાનરૂપ નિયમથી થતું ફળ ઃ
જે યોગીઓ પોતાની સર્વક્રિયા ઈશ્વરને સમર્પણ કરવાનું પ્રણિધાન કરે છે અર્થાત આ ક્રિયાઓ જે રીતે ઈશ્વરે કહી છે તે રીતે કરીને ઈશ્વરની ભક્તિ સિવાય અન્ય કોઈની આશંસા રાખતા નથી તેઓ જે ક્રિયા ઈશ્વરને સમર્પણ કરે છે તે ઈશ્વર પ્રત્યેની ભક્તિવિશેષ છે, તેના કારણે તે મહાત્મામાં ઈશ્વરતુલ્ય થવામાં પ્રતિબંધક એવા અંતરાયરૂપ લેશો નાશ પામે છે, તેથી જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર સર્વકર્મરહિત એવા પોતાના આત્મારૂપ ઈશ્વર તે યોગી પ્રત્યે પ્રસન્ન થાય છે અને ઈશ્વરની પ્રસન્નતાને કારણે તે યોગીમાં સમાધિના બાધક એવા અંતરાયરૂપ લેશો નાશ પામે છે અને તેનાથી મોહની આકુળતાના અભાવરૂપ સમાધિ તે યોગીમાં પ્રગટ થાય છે. રિ-૪પા. અવતરણિકા :
यमनियमानुक्त्वाऽऽसनमाह - અવતરણિતાર્થ :
યમ-નિયમને કહીને યોગના અંગરૂપ આસનને કહે છે –