________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૬
ભાવાર્થ :
૨૪૦
પાતંજલયોગસૂત્ર ૨-૨૯માં યોગના આઠ અંગો બતાવ્યા, તેમાંથી યમ અને નિયમરૂપ યોગના બે અંગોને કહીને હવે આસનરૂપ યોગના ત્રીજા અંગને કહે છે –
સૂત્રઃ
સ્થિરસુબ્રમાસનમ્ ॥૨-૪૬॥
સૂત્રાર્થ :
સ્થિર અને સુખરૂપ એવું આસન યોગનું અંગ છે. ૨-૪૬॥
ટીકા ઃ
'स्थिरेति' - आस्यतेऽनेनेत्यासनं पद्मासन- दण्डासन - स्वस्तिकासनादि, तद्यदा स्थिरं निष्कम्पं सुखमनुद्वेजनीयं च भवति तदा योगाङ्गतां भजते ॥२-४६॥
ટીકાર્ય :
आस्यते ભગતે ॥ આના વડે બેસાય તે આસન. પદ્માસન, દંડાસન, સ્વસ્તિકાસન વગેરે આસનો છે અને તે પદ્માસનાદિ આસનો જ્યારે સ્થિર=નિષ્પ્રકંપ અને સુખરૂપ-અનુલેનીય અર્થાત્ ઉદ્વેગ ન થાય તેવા થાય છે, ત્યારે યોગાંગતાને પામે છે. II૨-૪૬॥
ભાવાર્થ :
(૩) પાતંજલમતાનુસાર અષ્ટાંગ યોગમાં ત્રીજા યોગાંગરૂપ આસનનું સ્વરૂપ :
જે યોગીઓ યોગસાધના માટે ઉપષ્ટભક બને તેવા પદ્માસનાદિ આસનોનો અભ્યાસ કરે છે અને તે તે આસનમાં બેસીને યોગમાર્ગથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે તેવા યોગીને આસનના અભ્યાસના બળથી સેવાતા એવા પદ્માસનાદિ આસન જ્યારે નિષ્મકંપ બને અને સહજ પ્રકૃતિરૂપ થવાને કારણે ઉદ્વેગનું અર્થાત્ પીડાનું કારણ ન બને ત્યારે તે આસન તે યોગીને વિશિષ્ટ સાધનામાં ઉપકારક થતું હોવાથી તેવા આસનને યોગાંગ કહેલ છે.
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર આસનરૂપ યોગાંગનું સ્વરૂપ :
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર જે યોગીઓને પોતાની જીવનની જરૂરિયાત પ્રથમ ભૂમિકાની પ્રાપ્ત થયેલી છે, તેના કારણે અધિક મેળવવાની લાલસા તેમને થતી નથી. તેવા યોગીઓને અસત્ તૃષ્ણાનો અભાવ વર્તે છે, અને તે અસત્ તૃષ્ણાના અભાવને કારણે તે યોગીઓ સ્થિરતા અને સુખપૂર્વક ઉચિત યોગમાર્ગને સેવી શકે છે તે સ્થિર સુખાસનરૂપ યોગાંગ છે. II૨-૪૬||