________________
૨૪૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૦ અવતરણિકા :
तस्यैव स्थिरसुखत्वप्राप्त्यर्थमुपायमाह - અવતરણિકાર્ય :
તેના આસનના જ, સ્થિરપણાની અને સુખપણાની પ્રાપ્તિના અર્થે ઉપાયને કહે છે – સૂત્ર: __ प्रयत्नशैथिल्यानन्त्यसमापत्तिभ्याम् ॥२-४७॥
સૂત્રાર્થ :
પ્રયત્નની શિથિલતા અને આનન્યની સમપત્તિ દ્વારા સ્થિર સુખાસન થાય છે, એમ પાતંજલયોગસૂત્ર -૪૬ સાથે સંબંધ છે. ર-૪ ટીકા : ___ 'प्रयत्नेति'-तदासनं प्रयत्नशैथिल्येनाऽऽनन्त्यसमापत्त्या च स्थिरं सुखं भवतीति सम्बन्धः । यदा यदाऽसनं बध्नामीतीच्छां करोति प्रयत्नशैथिल्येऽपि अक्लेशेनैव तदा तदाऽऽसनं सम्पद्यते, यदा चाऽऽकाशादिगत आनन्त्ये चेतसः समापत्तिः क्रियतेऽवधानेन तादात्म्यमापद्यते तदा देहाहङ्काराभावान्नाऽऽसनं दुःखजनकं भवति, अस्मिंश्चाऽऽसनजये सति समाध्यन्तरायभूता न प्रभवन्ति अङ्गमेजयत्वादयः ॥२-४७॥ ટીકાર્થ :
તહાસનં .... તે આસન યોગના અંગરૂપ આસન, પ્રયત્નની શિથિલતાથી અને આનત્યની સમાપત્તિથી સ્થિર અને સુખરૂપ થાય છે, એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૨-૪૬ સાથે સંબંધ છે.
તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
યોગી જ્યારે જ્યારે હું આસન કરું એ પ્રકારની ઇચ્છા કરે છે ત્યારે ત્યારે પ્રયત્નની શિથિલતામાં પણ અદ્દેશથી જ આસન પ્રાપ્ત થાય છે અને જ્યારે આકાશાદિગત અનંતપણામાં ચિત્તની સમાપત્તિ કરાય છે અવધાનથી તાદાભ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ ચિત્તના ઉપયોગથી આકાશાદિ સાથે તાદાભ્ય ઉત્પન્ન થાય છે ત્યારે દેહના અહંકારનો અભાવ થવાથી આસન દુ:ખજનક થતું નથી, અને આ આસનય થયે છતે સમાધિમાં અંતરાયભૂત અંગમેક્યત્વાદિ દોષો શરીરના કંપનાદિ દોષો, ઉત્પન્ન થતા નથી. ll૨-૪૭ll.