________________
૨૪૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૧-૪૨ (૨) સૌમનસ્ય :
જે યોગીઓને શૌચભાવનાથી સત્ત્વની શુદ્ધિ થાય છે તેમને સત્ત્વગુણ શુદ્ધ બનવાને કારણે સૌમનસ્ય પ્રગટ થાય છે અર્થાત યોગમાર્ગ દુષ્કર છે તેમ માનીને ખેદનો અનુભવ થતો નથી પરંતુ ઉત્સાહપૂર્વક યોગમાર્ગમાં ચિત્તને પ્રવર્તાવી શકે તેવી માનસિક પ્રીતિ થાય છે. આ રીતે શૌચભાવનાથી સત્ત્વની શુદ્ધિ થવાને કારણે યોગીઓને પૌમનસ્યની પ્રાપ્તિ થાય છે. (૩) એકાગ્રતા :
જે યોગીઓને શૌચભાવનાથી સત્ત્વની શુદ્ધિ થવાને કારણે સૌમનસ્યની પ્રાપ્તિ થાય છે તેઓ ખેદના ત્યાગપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકતા હોવાથી તેમનામાં એકાગ્રતા પ્રગટે છે. અર્થાત યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા અર્થે નિયત ઇન્દ્રિયના વિષયમાં ચિત્તને સ્થિર કરી શકે તેવી એકાગ્રતા યોગીમાં પ્રગટે છે. (૪) ઇન્દ્રિયજય :
જે યોગીઓ યોગમાર્ગમાં એકાગ્રતાપૂર્વક પ્રવૃત્તિ કરે છે તે યોગીઓને ઇન્દ્રિયજય પ્રગટે છે અર્થાત્ ઇન્દ્રિયો અસાર એવા બાહ્ય વિષયોથી પરાર્દુખ થઈને પોતાના નિરાકુળસ્વરૂપમાં અવસ્થાન પામે છે. (૫) આત્મદર્શનની યોગ્યતા :
જે યોગીઓની ઇન્દ્રિયો વિષયોથી પરાઠુખ થઈને પોતાના સ્વરૂપમાં રહે છે તે યોગીઓમાં વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનની યોગ્યતા પ્રગટે છે અર્થાત્ દેહાદિથી પોતાનો આત્મા ભિન્ન છે એ પ્રકારના આત્માના પારમાર્થિકસ્વરૂપના દર્શનમાં સમર્થ બને તેવું યોગીઓનું ચિત્ત બને છે.
આ રીતે શૌચભાવનાથી ક્રમસર સત્ત્વશુદ્ધિ, સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનની યોગ્યતા પ્રગટે છે. I-૪૧ અવતરણિકા :
सन्तोषाभ्यासस्य फलमाह - અવતરણિતાર્થ :
પાતંજ્યયોગસૂત્ર ૨-૩૨માં પાંચ પ્રકારના નિયમો બતાવ્યા તેમાંથી શૌચનિયમનું ફળ સૂત્ર ૨-૪૦/૪૧માં બતાવ્યું. હવે સંતોષનિયમના અભ્યાસના ફળને કહે છે – સૂત્ર :
સન્તોષત્તિમ: સુનામ: ર-૪રા