________________
૨૪૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૧ प्रादुर्भवन्ति, तथाहि-सत्त्वशुद्धेः सौमनस्यं सौमनस्यादैकाग्यमैकाग्र्यादिन्द्रियजय इन्द्रियजयादात्मदर्शनयोग्यतेति ॥२-४१॥ ટીકાર્ય :
અવન્તીતિ સમર્થત્વમ્ સૂત્રમાં ‘મવત્તિ' એ પ્રમાણે અધ્યાહાર છે. એ બતાવવા માટે ટીકામાં ‘મવત્તિ' એ પ્રમાણે વાક્યશેષ છે એમ કહેલ છે.
પ્રકાશ સુખાદિસ્વરૂપ સત્ત્વ છે. રજ અને તમ વડે અનભિભવ=પરાભવ ન થવો તે, તેની સત્ત્વની, શુદ્ધિ છે.
ખેદના અનનુભવ વડે માનસી પ્રીતિ સૌમનસ્ય છે. નિયત ઇન્દ્રિયોના વિષયમાં ચિત્તની સ્થિરતા=બાહ્ય પદાર્થના અવલંબનથી ચિત્તનું ધૈર્ય, એકાગ્રતા છે.
વિષયમાં પરામુખ એવી ઇન્દ્રિયોનું આત્મામાં અવસ્થાન ઇન્દ્રિયજ્ય છે. વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનમાં ચિત્તનું યોગ્યપણું સમર્થપણું, થાય છે. સૂત્રનો ફલિતાર્થ બતાવે છે – શૌપ્પાવત: યો યતિ શૌચના અભ્યાસવાળા યોગીને સત્ત્વશુદ્ધિ આદિ ક્રમસર પ્રાદુર્ભાવ પામે છે. તે આ પ્રમાણે –
સત્ત્વશુદ્ધિથી સૌમનસ્ય, સૌમનસ્યથી એકાગ્રતા, એકાગ્રતાથી ઇન્દ્રિયોનો ય અને ઇન્દ્રિયોના યથી આત્મદર્શનની યોગ્યતા થાય છે. રૂતિ શબ્દ સૂત્રના કથનની સમાપ્તિસૂચક છે. N૨-૪૧|
ભાવાર્થ :
શોચનિયમના અન્ય ફળો : (૧) સત્ત્વની શુદ્ધિ :
જે યોગીઓ શૌચ નામના નિયમથી આત્માને ભાવિત કરે છે તે યોગીઓને જેમ અશુચિમય પોતાની કાયામાં અને પરની કાયામાં જુગુપ્સા થાય છે, તેથી સ્વ-પરની કાયામાં મમત્વ થતું નથી. તેમ શૌચભાવનાને કારણે તેમના ચિત્તના સત્ત્વધર્મની શુદ્ધિ થાય છે. અર્થાત્ સંસારી જીવોનું ચિત્ત સત્ત્વ, રજસ અને તમસ્વાળું હોય છે અને સંસારી જીવોનો સત્ત્વગુણ હંમેશા રજ અને તમોગુણથી અભિભૂત હોય છે, તેથી તેઓનું ચિત્ત યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવારૂપ સત્ત્વગુણવાળું રહેતું નથી પરંતુ જે યોગીઓ શૌચભાવના કરે છે તે મહાત્માનું ચિત્ત રજ અને તમોગુણથી અભિભવ પામતું નથી તેથી તેમનો સત્ત્વગુણ શુદ્ધ બને છે. આ રીતે શૌચભાવનાથી યોગીઓને સત્ત્વની શુદ્ધિ થાય છે.