________________
૨૪૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૨-૪૩ સૂત્રાર્થ :
સંતોષથી સંતોષ નિયમના અભ્યાસથી, અનુત્તમ સુખનો લાભ થાય છે. ર-૪રા ટીકા :
'सन्तोषादिति'-सन्तोषप्रकर्षेण योगिनस्तथाविधमान्तरं सुखमाविर्भवति, यस्य बाह्यविषयसुखं शतांशेनापि न समम् ॥२-४२॥ ટીકાર્ય :
સન્તોષ .... ન મમ્ | સંતોષના પ્રકર્ષથી યોગીઓને તેવા પ્રકારનું અંતરંગ સુખ આવિર્ભાવ પામે છે, બાહાવિષયોનું સુખ સો અંશ વડે પણ જેની સમાન નથી. ર-૪રી. ભાવાર્થ : (૨) સંતોષરૂપ નિયમથી થતું ફળ :
જે યોગીઓ સંતોષ નામના નિયમને સેવે છે, તેઓ બાહ્યપદાર્થના આલંબન વગર સ્વાભાવિક સ્વસ્થતાને અનુભવી શકે છે અને તેવા યોગીઓને સંતોષનિયમનો પ્રકર્ષ પ્રાપ્ત થાય તો બાહ્યનિમિત્તો સ્પર્શી ન શકે તેવી અંતરંગ સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, તે ઉત્તમ કોટિની સ્વસ્થતાના સુખસ્વરૂપ છે. તે સુખની આગળ અનુકૂળ પદાર્થની પ્રાપ્તિથી થનારું સુખ સોમાં ભાગમાં પણ નથી અર્થાત્ ઘણાં વૈભવશાળી અને નિશ્ચિત ભોગોને ભોગવનારા જીવોને જે બાહ્ય સુખ થાય છે તેના કરતાં કઈ ગણું ઉત્તમસુખ સંતોષનિયમને સેવનારા યોગીને થાય છે. ll૨-૪રા અવતરણિકા :
तपसः फलमाह - અવતરણિકાર્ય :
તપ નામના નિયમનું ફળ બતાવે છે – સૂત્ર:
कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात् तपसः ॥२-४३॥ સૂત્રાર્થ :
તપથી અશુદ્ધિનો ક્ષય થવાથી કાય અને ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. ર-૪3 ટીકાઃ
'कायेति'-समभ्यस्यमानं चेतसः क्लेशादिलक्षणाशुद्धिक्षयद्वारेण कायेन्द्रियाणां सिद्धिमुत्कर्षमादधाति, अयमर्थः-चान्द्रायणादिना चित्तक्लेशक्षयस्तत्क्षयादिन्द्रियाणां