________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૫-૨૬
૨૦૯
દશ્યનો અને દ્રષ્ટાનો સંયોગ નિવર્તન પામે છે અને તે સંયોગનું હાન છે અને સંયોગનો હાન એ જ કેવલ પણ પુરુષનું નિત્ય કેવલપણું છે એમ કહેવાય છે અર્થાત્ પરમાર્થથી પુરુષ પ્રકૃતિથી પૃથક્ હોવાને કારણે સદા કેવલ જ છે, આમ છતાં કેવલ પણ પુરુષ ભ્રમને કારણે પ્રકૃતિથી હું બંધાયેલો છું તેવું માને છે અને જ્યારે કલ્પનાથી ઉત્પન્ન થયેલો દશ્યનો અને દ્રષ્ટાનો સંયોગ વિવેકખ્યાતિથી નાશ પામે છે ત્યારે તે પુરુષ કેવલ છે અર્થાત્ પ્રકૃતિથી યુક્ત નથી અર્થાત્ પ્રકૃતિથી મુક્ત છે એ પ્રમાણે કહેવાય છે. [૨-૨૫||
અવતરણિકા :
तदेवं संयोगस्य स्वरूपं कारणं कार्यं चाभिहितम् । अथ हानोपायकथनद्वारेणोपादेय
कारणमाह
અવતરણિકાર્ય :
તે આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, દ્રષ્ટાના અને દૃશ્યના સંયોગનું સ્વરૂપ, કારણ અને કાર્ય અત્યાર સુધી હેવાયું. હવે હાનના ઉપાયના થન દ્વારા ઉપાદેયના કારણને ક્લે છે
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૨-૨૩માં સંયોગનું સ્વરૂપ બતાવ્યું, સૂત્ર ૨-૨૪માં સંયોગનું કારણ બતાવ્યું, સૂત્ર ૨-૧૭માં સંયોગનું કાર્ય બતાવ્યું અને સૂત્ર ૨-૨૫માં કહ્યું કે, હેય એવો સંયોગ હાનક્રિયાનું કર્મ છે તેથી ૨-૨૫માં હાનને બતાવ્યું તેથી જિજ્ઞાસા થાય કે, હાનનો ઉપાય શું છે ? તેથી હવે હાનના ઉપાયના કથન દ્વારા પુરુષ માટે ઉપાદેય એવા કારણને કહે છે અર્થાત્ સૂત્ર ૨-૨૦માં ઉપાદેય એવા દ્રષ્ટાને બતાવેલ. હવે ઉપાદેય એવા દ્રષ્ટાને કેવલરૂપે પ્રાપ્તિનું જે કારણ છે તે કારણને કહે છે -
સૂત્ર :
विवेकख्यातिरविप्लवा हानोपायः ॥२- २६॥
સૂત્રાર્થ:
અવિપ્લવવાળી એવી વિવેકખ્યાતિ=સ્ખલના વગર અસ્ખલિત પ્રવર્તતી એવી પુરુષ અને દૃશ્યના ભેદની બુદ્ધિ, હાનનો ઉપાય છે=દ્રષ્ટાના અને દૃશ્યના સંયોગના હાનનો ઉપાય છે. ||૨-૨૬॥
ટીકા :
=
'विवेकेति' - ' अन्ये गुणा अन्यः पुरुष' इत्येवंविधस्य विवेकस्य या ख्यातिः - प्रख्या साऽस्य हानस्य=दृश्यपरित्यागस्योपायः कारणम्, कीदृशी ? अविप्लवा = न विद्यते विप्लवो