________________
૨૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૪ ભેદથી અર્થાત્ તરતમતારૂપ અવસ્થાના ભેદથી, ત્રણ પ્રકારને ક્લે છે – મૃદુ=મંદ, તીવ્ર નહીં અને મધ્યમ પણ નહીં. મધ્યમ=મંદ પણ નહિ, તીવ્ર પણ નહીં, અધિમાત્રા-તીવ્ર.
.....
पाश्चात्त्या . મુદ્યુતીવ્ર કૃતિ । પૂર્વમાં વર્ણન કર્યું એ નવ ભેદો-કૃત, કારિત અને અનુમોદિત, લોભ, ક્રોધ અને મોહપૂર્વક ગ્રહણ કરવાથી થયેલા નવ ભેદો, આ રીતે ત્રણ પ્રકાર હોતે છતે-મૃદુ, મધ્ય અને તીવ્ર આ રીતે ત્રણ પ્રકાર હોતે છતે, સત્તાવીશ ભેદો થાય છે. મૃદુ આદિના પણ પ્રત્યેક મૃદુ, મધ્ય અને અધિમાત્રાના ભેદથી ત્રણ પ્રકાર સંભવે છે તે યથાયોગ્ય-જે પ્રમાણે અનુભવને અનુરૂપ સંગત થાય એ રીતે યોજવા જોઈએ. તે આ પ્રમાણે-મૃદુમૃદુ, મૃદુમધ્યમ અને મૃદુતીવ્ર એમ ત્રણ પ્રકારે થાય છે, તેથી તે સત્તાવીશ ભેદો ત્રણ પ્રકારે ગ્રહણ કરવાથી એક્યાસી ભેદો થાય છે. एषां મતિ । આમના ફળને કહે છે-હિસાદિ વિતર્કોના ફળને ક્યે છે – અનંત દુ:ખ અને અનંત અજ્ઞાનના ફળવાળા હિંસાદિ છે, પ્રતિકૂળપણાથી ભાસતો રાજ્યચિત્તધર્મ દુ:ખ છે. અજ્ઞાન, સંશય અને વિપર્યયરૂપ મિથ્યાજ્ઞાન છે. તે દુ:ખ અને અજ્ઞાન અનંત=અપરિચ્છિન્ન ફળ છે જેઓને તે તેવા હેવાયા છે–તે હિંસાદિ તેવા ફળવાળા કહેવાયા છે. આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સ્વરૂપ અને કારણાદિના ભેદથી જ્ઞાત એવા તેઓનો=હિંસાદિનો, પ્રતિપક્ષના ભાવન દ્વારા યોગીએ ત્યાગ કરવા જોઈએ, એ પ્રકારે ઉપદિષ્ટ છે=પ્રસ્તુત સૂત્રથી હેવાયું છે. II૨-૩૪||
ભાવાર્થ:
પાતંજલ મતાનુસાર હિંસાદિ પાંચ યમો ધૃત કારિત અને અનુમોદનાના ભેદથી ત્રણ પ્રકારના છે. તેઓ અનુમોદનાના ભેદમાં પ્રશંસા અનુમતિ, અનિષિદ્ધ અનુમતિ અને સંવાસાનુમતિ એ રૂપ ત્રણ ભેદ અનુમોદનાના સ્વીકારતા નથી.
જૈન દર્શનાનુસાર ત્રણ પ્રકારની અનુમોદના સ્વીકારીએ તો જ સંપૂર્ણ હિંસાની નિવૃત્તિ શક્ય બને, તેથી પાતંજલદર્શનકારે જે હિંસાદિના સત્યાવીશ ભેદો અને તે સત્યાવીશ ભેદોના મૃદુ આદિના ભેદથી એક્યાશી ભેદો પાડ્યા છે તે સ્થૂલથી અનુમોદનાને ગ્રહણ કરીને સંગત થાય છે. ક્રોધ, લોભ અને મોહને વશ મૃદુહિંસાના મૃદુ, મધ્યમ અને અધિમાત્રાસ્વરૂપ ભેદો :
જે મહાત્માઓ સંયમજીવનમાં ભગવાનના વચનને પરતંત્ર થઈને ષટ્કાયના પાલનના ઉદ્યમમાં અપ્રમાદથી ઉદ્યમવાળા છે, તેથી સંયમની વૃદ્ધિનું કોઈ પ્રયોજન ન હોય તો સ્થિર આસનમાં બેસીને સદા જિનવચનાનુસાર શ્રુતથી આત્માને ભાવિત કરે છે અને તેના દ્વારા વીતરાગતુલ્ય થવા માટે સતત ઉદ્યમ કરે છે. સંયમની વૃદ્ધિ અર્થે ગમનાદિ ચેષ્ટા આવશ્યક જણાય ત્યારે કંટકાકીર્ણ ભૂમિમાં ગમન તુલ્ય કાયચેષ્ટા કરીને ષટ્કાયના પાલનના રક્ષણ માટે ઉદ્યમ કરે છે તેવા મહાત્માઓ અંતરંગ રીતે જિનવચનાનુસાર ઉપયોગવાળા હોવા છતાં ક્યારેક અંતરંગ ઉપયોગમાં સ્ખલના થાય તો બાહ્ય પદાર્થને આશ્રયીને રતિ-અરિત થવાની સંભાવના રહે તે વખતે ઇષ્ટ પદાર્થને જોઈને રતિ થાય તો લોભને વશ ષટ્કાયના પાલનમાં કાંઈક મ્લાનિ થાય છે તે લોભથી મૃદુમાત્રાની હિંસા છે, વળી ક્યારેક