________________
૨૩૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૪-૩૫ દ તીવ્રમૃદુ લોભકારિત મૃદુવિતર્ક ૧૫ તીવ્રમધ્યમ લોભકારિત મધ્યમવિતર્ક ૨૪ તીવ્રતીવ્ર લાભકારિત તીવ્ર વિતર્ક ૭ મૃદુમૃદુ લોભઅનુમોદિત મૃદુવિતર્ક ૧૬ મૃદુમધ્યમ લોભઅનુમોદિત મધ્યમવિતર્ક ૨૫ મૃદુ તીવ્ર લોભ અનુમોદિત તીવ્રવિતર્ક ૮ મધ્યમમૃદુ લોભઅનુમોદિત મૃદુવિતર્ક ૧૭ મધ્યમમધ્યમ લોભઅનુમોદિત મધ્યમવિતર્ક ૨૬ મધ્યમતીબ લોભ અનુમોદિત તીવ્રવિતર્ક ૯ તીવમૃદુ લોભ અનુમોદિત મૂવિતર્ક ૧૮ તીવ્રમધ્યમ લોભઅનુમોદિત મધ્યમવિતર્ક ૨૭ તીવ્ર તીવ્રલોભઅનુમોદિત તીવ્રવિતર્ક
આ રીતે ક્રોધના ર૭ વિકલ્પો અને મોહના પણ ૨૭ વિકલ્પો થાય છે. કુલ લોભના-૨૭ ક્રોધના-૨૭ અને મોહના-૨૭=૮૧ વિકલ્પો છે.
અવતરણિકા :
एषामभ्यासवशात् प्रकर्षमागच्छतामनुनिष्पादिन्यः सिद्धयो यथा भवन्ति तथा क्रमेण प्रतिपादयितुमाह - અવતરણિતાર્થ :
અભ્યાસના વશથી પ્રકર્ષને પામતી એવી આમનીયમાદિની, અનુનિષ્પાદિની એવી યમાદિના સેવનથી પાછળ થનારી એવી, સિદ્ધિઓ જે પ્રમાણે થાય છે તે પ્રમાણે ક્રમથી પ્રતિપાદન કરવા માટે હે છે – ભાવાર્થ :
કોઈ યોગી યોગના અંગભૂત યમ-નિયમનો અભ્યાસ કરતાં હોય અને તે અભ્યાસના વશથી તે યમ-નિયમો પ્રકર્ષને પામે છે અને પ્રકર્ષને પામેલા યમ-નિયમથી નિષ્પન્ન થનારી સિદ્ધિઓ જે પ્રમાણે થાય છે તે પ્રમાણે ક્રમસર પાતંજલ યોગસૂત્ર ૨-૪૫ સુધી પતંજલિઋષિ કહે છે. સૂત્ર :
अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥२-३५॥
સૂત્રાર્થ :
અહિંસાની પ્રતિષ્ઠા થયે છd=અહિંસા પરાકાષ્ઠાને પામે છતે, તેના સંનિધિમાં=અહિંસાયમના પ્રકર્ષવાળા યોગીના સાંનિધ્યમાં, વૈરનો ત્યાગ-સહજ જાતિથી વૈરી એવા હિંસક પ્રાણીઓનો પરસ્પર વેરત્યાગ થાય છે. ll-૩૫ll. ટીકાઃ
'अहिंसेति'-तस्याहिंसां भावयतः संनिधौ सहजविरोधिनामप्यहिनकुलादीनां वैरत्यागो निर्मत्सरतयाऽवस्थानं भवति, हिंस्रा अपि हिंस्रत्वं परित्यजन्तीत्यर्थः ॥२-३५॥