________________
૨૩૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૫-૩૬ ટીકાર્ય :
તસ્ય ... પરિત્યનન્તીત્યર્થ છે (૧) તેના=અહિંસાના, ભાવન કરનારા યોગીના સાંનિધ્યમાં સહજ સ્વાભાવિક વિરોધી પણ સાપ-નોળિયા આદિનો વૈરત્યાગ=નિર્મન્સુરપણાથી=મત્સરરહિત અવસ્થાન થાય છે અર્થાત્ હિંસા કરનારા પ્રાણીઓ પણ હિંસકપણાનો ત્યાગ કરે છે એ પ્રમાણે અર્થ જાણવો. ||૨-૩પી.
ભાવાર્થ :
અહિંસા યમની સિદ્ધિનું કથન :
જે યોગીઓ હિંસાની બાહ્ય આચરણાઓનો ત્યાગ કરીને પૂર્ણ અહિંસાનું પાલન કરે છે અને અહિંસાના પાલનના બળથી તેમનામાં જીવની પ્રકૃતિરૂપ અહિંસાભાવના પ્રતિષ્ઠાને પામે ત્યારે તે યોગીઓમાં વિશેષ પ્રકારનો અહિંસાના પરિણામ વર્તે છે જેને સિદ્ધિયમ કહેવાય છે અને સિદ્ધિયમવાળા યોગીઓના સાંનિધ્યમાં સહજ વૈરી એવા પણ સાપ-નોળિયા વગેરે પ્રાણીઓ પરસ્પર વેરભાવનો ત્યાગ કરીને રહે છે. યોગીના સાંનિધ્યના બળથી તેમના અહિંસાના પરિણામની અસરથી હિંસક પણ જીવોમાં હિસકવૃત્તિ તત્કાળ તિરોધાન પામે છે. ll-૩૫ll અવતરણિકા :
सत्याभ्यासवतः किं भवतीत्याह -
અવતરણિતાર્થ :
સત્યના અભ્યાસવાના યોગીઓને શું થાય છે અર્થાત કઈ સિદ્ધિ થાય છે ? એને કહે છે –
સૂત્ર :
सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ॥२-३६॥
સૂત્રાર્થ :
સત્ય પ્રતિષ્ઠા પામે છતે સત્ય યમ સિદ્ધિની ભૂમિકાને પ્રાપ્ત થયે છd, ક્રિયાના ફળનું આશ્રયપણું છેઃક્રિયા કર્યા વગર પણ ક્રિયાના ફળની પ્રાપ્તિ છે. llર-૩૬II ટીકા:
'सत्येति'-क्रियमाणा हि क्रिया यागादिकाः फलं स्वर्गादिकं प्रयच्छन्ति, तस्य तु सत्याभ्यासवतो योगिनस्तथा सत्यं प्रकृष्यते यथा क्रियायामकृतायामपि योगी फलमाप्नोति, तद्वचनाद्यस्य कस्यचित् क्रियामकुर्वतोऽपि क्रियाफलं भवतीत्यर्थः ॥२-३६॥