________________
૨૩૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૪ થાય છે. આ સર્વ ભેદો યોગમાર્ગમાં પ્રવૃત્ત અને હિંસાના પરિવાર માટે યત્ન કરનારા જીવોને આશ્રયીને પડી શકે છે.
વળી સર્વ જીવોની હિંસાને સામે રાખીને વિભાગ કરીએ તો શ્રાવકની, સમ્યગ્દષ્ટિ જીવોની અને અપુનબંધકજીવોની જે પણ પ્રમાદને વશ હિંસા થાય છે તે મધ્યમમાં ગ્રહણ કરવી જોઈએ અને સંસારી જીવો જે લેશ પણ યોગમાર્ગમાં પ્રવૃત્ત નથી અને સંસારના ભોગાથે અત્યંત આરંભ-સમારંભ કરે છે તેઓની હિંસા તીવ્રમાત્રાની ગ્રહણ કરવી જોઈએ અને જે સંસારી જીવો તીવ્રમાત્રાની હિંસા કરે છે તેમાં પણ જેઓ સામાન્ય હિંસા કરે છે તેઓ મૃદુમાત્રાની હિંસા કરે છે, વિશેષ પ્રકારના આરંભસમારંભ કરે છે તેઓ મધ્યમમાત્રાની હિંસા કરે છે અને જેઓ ક્રૂર અને ઘાતકી છે તેઓ અધિમાત્રાની હિંસા કરે છે. જેમ ઘાતકી એવા કસાઈ-લૂંટારા વગેરે. જૈન દર્શનાનુસાર અનુમતિના ત્રણ પ્રકારોનું સ્વરૂપ :
અનુમતિના પ્રશંસા અનુમતિ, અનિષિદ્ધ અનુમતિ અને સંવાસાનુમતિરૂપ ત્રણ ભેદો છે તે આ રીતે પ્રાપ્ત થઈ શકે છે –
જે સાધુઓ સંસારના કોઈ આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરતાં નથી અને અન્ય જીવોના આરંભ સમારંભની પ્રશંસા કરતા નથી તેઓને પ્રશંસા અનુમતિ નથી. વળી જયાં પોતાના નિષેધના વચનથી હિંસાનો પરિહાર થાય તેવો છે ત્યાં ઉચિત ઉપદેશ દ્વારા તેનો અવશ્ય નિષેધ કરે છે તેથી અનિષિદ્ધ અનુમતિ નથી, આથી જ સમ્યગ્દષ્ટિજીવોને દેશવિરતિનો ઉપદેશ આપ્યા પછી સર્વવિરતિનો ઉપદેશ આપીને સર્વવિરતિ માટે અસમર્થ જણાય ત્યારે દેશવિરતિનું પચ્ચખાણ આપે છે તે સાધુને શ્રાવકના અવિરતિ અંશની અનુમતિ નથી અને જે સાધુને તેવો બોધ નથી તેથી દેશવિરતિનો ઉપદેશ આપીને દેશવિરતિને ગ્રહણ કરવામાં તત્પર થયેલા શ્રાવકને દેશવિરતિનું પચ્ચખાણ આપે તો તે સાધુને તે શ્રાવકના અવિરતિ અંશની અનુમતિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. વળી જે સાધુ નિર્દોષ ભિક્ષાચર્યા ગ્રહણ કર્યા પછી તે ભિક્ષાના આહારથી પુષ્ટ થયેલા દેહથી સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત ક્રિયામાં યત્ન કરતા નથી તેઓને દેહ પ્રત્યેના મમત્વને કારણે દેહની સુખશીલતામાં યત્ન હોવાને કારણે તે નિર્દોષ ગ્રહણ કરેલા આહારની નિષ્પત્તિમાં જે કોઈ આરંભ-સમારંભ થયેલ તેની અનુમતિ પ્રાપ્ત થાય છે તે સંવાસાનુમતિ સ્થાનીય છે. જેમ પુત્ર પ્રત્યેના સ્નેહને કારણે પુત્ર સાથેના સંવાસથી સંવાસાનુમતિ પ્રાપ્ત થાય છે. તેમ દેહ પ્રત્યેના સ્નેહને કારણે દેહથી ઉપભોગ કરાયેલા આહારાદિવિષયક થયેલો આરંભમાં સંવાસાનુમતિ પ્રાપ્ત થાય છે.
વળી આ હિંસાદિ વિતર્કો અનંતદુ:ખ અને અનંત અજ્ઞાનફળવાળા છે; કેમ કે તે હિંસાદિ કૃત્યોમાં જે પાપ બંધાય છે તેનાથી દુ:ખની પરંપરા ચાલે છે. જે કોઈ જીવ હિંસાદિ કૃત્યો કરે છે તે અજ્ઞાનને કારણે કરે છે તેથી તે અજ્ઞાન અજ્ઞાનના સંસ્કારો દ્વારા અનંત પરંપરા ચલાવે છે અને જે યોગીઓ આ હિંસાદિ વિતર્કોના સ્વરૂપને જાણીને હિંસાદિ વિતર્કોના પ્રતિપક્ષનું ભાવન કરે છે, તેઓ તેના