________________
૨૩૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૪ પ્રતિકૂળ ભાવોને કારણે અરુચિ થાય છે ત્યારે ક્રોધને વશ પકાયના પાલનમાં ગ્લાનિ થાય છે તે ક્રોધથી મૃદુમાત્રાની હિંસા છે, વળી ક્યારેક ઉપયોગની પ્લાનિને કારણે પર્કાયના પાલનમાં યતનાની ખામી થાય છે તે મોહને વશ મૃદુમાત્રાની હિંસા છે.
આ મૃદુમાત્રાની હિંસા કોઈ સાધુને આદ્યભૂમિકાવાળી કોઈકને મધ્યમભૂમિકાવાળી તો કોઈકને ઉત્કૃષ્ટભૂમિકાવાળી હોય છે, તેથી તે મૃદુહિંસા પણ મૃદુ, મધ્ય અને અધિમાત્રાના ભેદથી ત્રણ પ્રકારની બને છે. ક્રોધ, લોભ અને મોહને વશ મધ્યમ હિંસાના મૃદુ મધ્યમ અને અધિમાત્રાસ્વરૂપ ભેદો :
વળી કોઈ શ્રાવક ભગવાનના વચનથી અત્યંત ભાવિત બનેલા હોય, સંપૂર્ણ અહિંસાપાલનના અર્થી હોય અને સંપૂર્ણ અહિંસાનું પાલન સર્વવિરતિના પરિણામથી થાય છે તેવા સૂક્ષ્મ બોધપૂર્વકનો સ્થિર નિર્ણય તેમને હોય, આમ છતાં પોતાનામાં સર્વવિરતિની શક્તિનો સંચય થયો નથી, તેથી સર્વવિરતિની શક્તિનો સંચય અર્થે સતત દેશવિરતિનું પાલન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે અથવા સમ્યક્ત પ્રાપ્ત કરેલ છે અને સ્વશક્તિઅનુસાર દેશવિરતિ અને સર્વવિરતિની શક્તિ સંચય કરવા યત્ન કરે છે તેવા શ્રાવકો સ્વશક્તિ અનુસાર આરંભનો સંકોચ કરીને નિરારંભ જીવન જીવવા યત્ન કરે છે. તેઓ પોતાના ધર્મના ઉચિત કૃત્યમાં શક્તિ અનુસાર યતના કરે છે, તેથી આરંભસમારંભની નિવૃત્તિ થાય છે તોપણ પ્રમાદને વશ ક્યારેક કોઈક નિમિત્તથી રતિનો પરિણામ થાય ત્યારે ઇષ્ટ પદાર્થના લોભને વશ અયતના થાય છે તે મધ્યમ પ્રકારની હિંસા છે; કેમ કે સાધુ જેવી સૂક્ષ્મ અહિંસાનું પાલન તેમને નથી પરંતુ મધ્યમ પ્રકારના અહિંસાના પાલનનો ઉદ્યમ છે અને તે અહિંસાના પાલનમાં લોભને વશ કાંઈક અલના થાય ત્યારે લોભથી મધ્યમ હિંસાની પ્રાપ્તિ થાય છે. વળી અનિષ્ટ પદાર્થના સંપર્કથી દ્વેષ થાય છે ત્યારે ક્રોધને વશ કાંઈક યતનામાં સ્કૂલના થાય છે તે ક્રોધથી મધ્યમ હિંસાની પ્રાપ્તિ છે, તો વળી ક્યારેક અનાભોગને કારણે ઉચિત કૃત્યોમાં યતનાની ખામી થાય છે તે મોહને વશ થયેલી મધ્યમ હિંસા છે.
વળી આ મધ્યમહિંસા કોઈ શ્રાવકને અત્યંત અલ્પમાત્રામાં હોય તો મૃદુ છે, કાંઈક વિશેષ માત્રામાં હોય તો મધ્યમ છે અને પ્રમાદને વશ પ્રકર્ષથી થયેલ હોય તો ઉત્કૃષ્ટ છે. ક્રોધ, લોભ અને મોહને વશ અધિમાત્રહિંસાના મૃદુ, મધ્ય અને અધિમાત્રાસ્વરૂપ ભેદો :
વળી કોઈક અપુનબંધક જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય તેઓને સ્થૂલ બોધને કારણે હિંસાદિવિષયક પૂલ વિવેક છે, તેથી તેઓના ધર્મકૃત્યમાં પ્રમાદને વશ જે હિંસાદિની પ્રાપ્તિ થાય છે તે અધિમાત્રાવાળી હોય છે. વળી આ અધિમાત્રાવાળી હિંસા પણ ક્રોધને વશ, લોભને વશ અને પ્રમાદને વશ થાય છે અને આ અપુનર્ધધક જીવો હિંસાકાળમાં ક્યારેક મૃદુપરિણામવાળા હોય છે તો ક્યારેક મધ્યમપરિણામવાળા હોય છે તો વળી ક્યારેક ઉત્કૃષ્ટ પરિણામવાળા હોય છે.
આ રીતે મૃદુ, મધ્યમ અને અધિમાત્રાવાળી હિંસા તરતમતાના ભેદથી અનેક ભેદવાળી પ્રાપ્ત