________________
૨૨૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૩-૩૪ પુષ્ટતર થાય છે, તેથી યોગમાર્ગ દુષ્કર બને છે અને જે મહાત્માઓ અહિંસાદિના પાલન માટે ઉચિત યાતનાઓ કરે છે તેઓ હિંસાદિના ભાવોથી પ્રતિપક્ષ એવા અહિંસાદિ ભાવોથી ભાવિત બને છે અને આ રીતે અહિંસાદિ ભાવોથી ભાવિત થયેલા એવા તે મહાત્મામાં હિંસાદિ વિતર્કોની બાધા થાય છે. અર્થાત્ ભોગાદિના રાગથી જન્ય હિંસાદિના વિતર્કો થતા નથી, ત્યારે તે મહાત્માઓનું ચિત્ત યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવા અર્થે સમર્થ બને છે, તેથી તેઓને માટે યોગની પ્રવૃત્તિ સુકર બને છે, તે અંશને સામે રાખીને યમ-નિયમને યોગના અંગરૂપે સ્વીકારેલ છે. વિશેષાર્થ :
જે યોગીઓ પકાયના પાલન અર્થે સર્વ ઉચિત યતનાઓ કરે છે, તેઓને કોઈ જીવની હિંસા ન થાય કોઈ જીવને પીડા ન થાય તે પ્રકારના દયાળુ પરિણામના વિતર્કો પ્રવર્તે છે અને સંસારી જીવોને ભોગના રાગથી ભોગના ઉપાયની પ્રવૃત્તિ કાળમાં અન્ય જીવોની પીડાના ઉપેક્ષાના વિતર્કો વર્તે છે અને અન્ય જીવોની પીડા પ્રત્યેના ઉપેક્ષાના વિતક ક્રૂરતાવાળા હોવાથી યોગમાર્ગમાં જવામાં બાધક છે અને અહિંસાદિના વિતર્કો દયાળુ પરિણામવાળા અને ઉચિત પ્રવૃત્તિ કરવાના પરિણામવાળા હોવાથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાને સહાયક બને તેવા છે. જો કે અહિંસાદિના વિતર્કો સાક્ષાત યોગમાર્ગમાં પ્રવર્તક નથી તોપણ ચિત્તના પરમધૈર્યરૂપે યોગમાર્ગમાં જવા માટે બાધક એવા હિંસાદિના વિતર્કોની નિવૃત્તિ દ્વારા અનુકૂળ બને છે. ર-૩૩ અવતરણિકા :
इदानी वितर्काणां स्वरूपं भेदप्रकारं कारणं फलं च क्रमेणाऽऽह - અવતરણિતાર્થ :
હવે વિતર્કોનું સ્વરૂપ, ભેદપ્રકાર, કરણ અને ફળને ક્રમથી કહે છે – સૂત્રઃ वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधि
मात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् ॥२-३४॥ સૂત્રાર્થ :
હિંસાદિ વિતર્કો કૃત, કારિત અને અનુમોદિત, લોભ, ક્રોધ અને મોહપૂર્વક મૃદુ, મધ્ય અને અધિમાત્રાવાળા થાય છે, તે અનંત દુઃખ અને અજ્ઞાન અનંતના ફળવાળા છે, એ પ્રમાણે પ્રતિપક્ષનું ભાન કરવું જોઈએ. ર-૩૪ll ટીકા :
'वितर्का इति'-एते पूर्वोक्ता वितर्का हिंसादयः प्रथमं त्रिधा भिद्यन्ते कृतकारिता