________________
૨૧૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૬-૨૦ વિવેકખ્યાતિ વિપ્લવ=વિચ્છેદ, વગરની થાય ત્યારે તે વિવેકખ્યાતિ પાનનો ઉપાય બને છે દશ્ય અને દ્રષ્ટા એવા પુરુષના સંયોગના ત્યાગનું કારણ બને છે.
આનાથી શું ફલિત થાય છે તે બતાવે છે –
અનાદિથી દ્રષ્ટા એવા પુરુષને દેશ્ય એવી પ્રકૃતિ સાથે અભેદબુદ્ધિ સ્થિર થયેલી છે. જે યોગી તે અભેદબુદ્ધિના નાશને અર્થે પ્રતિપક્ષનું ભાવન કરે અર્થાત્ વિચારે કે મારો આત્મા આ દશ્ય સાથે સંયોગવાળો નથી, યોગીની તે ભાવના દઢ થાય ત્યારે અવિદ્યાનો નાશ થાય છે અને અવિદ્યાનો નાશ થાય ત્યારે આત્મામાં બાહ્ય પદાર્થોમાં કર્તુત્વનું અને ભોસ્તૃત્વનું અભિમાન નિવર્તન પામે છે ત્યારે બુદ્ધિ અંતર્મુખ બને છે ત્યારે તે બુદ્ધિ રજ અને નયથી અનભિભૂત થાય છે તેથી અંતર્મુખ એવી બુદ્ધિમાં જે ચૈતન્યની છાયાની સંક્રાંતિ છે તે વિવેકખ્યાતિ છે.
આ વિવેકખ્યાતિ વચવચમાં વ્યુત્થાનદશાની પ્રાપ્તિરૂપ અંતર વગર યોગીમાં સતત પ્રવર્તે તો યોગીમાંથી દશ્યના અધિકારની નિવૃત્તિ થાય છે, તેથી પુરુષ કેવલ બને છે=પ્રકૃતિથી મુક્ત બને છે, અને તે પાતંજલમતાનુસાર પુરુષનો મોક્ષ છે. વિશેષાર્થ :
યોગમાર્ગની પ્રવૃત્તિ અત્યંત ઉપયોગપૂર્વક જે યોગીઓ કરે છે તેમની બુદ્ધિ અંતર્મુખ બને છે અને તે અંતર્મુખ બનેલી બુદ્ધિ સુઅસ્ત બને ત્યારે વ્યુત્થાનદશા વગર તે બુદ્ધિ સતત અંતરંગ ભાવોમાં પ્રવર્તે છે.
જેમ-કોઈ મહાત્મા સમિતિ-ગુપ્તિપૂર્વક સર્વક્રિયાઓ કરતા હોય ત્યારે સતત જિનવચનનું સ્મરણ કરીને સર્વ ક્રિયાઓમાં દઢ યત્ન કરતા હોય તો વિચ્છેદ વગર અંતર્મુખ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દીર્ઘકાળ સુધી તે રીતે અંતર્મુખ બુદ્ધિ પ્રવર્તે તો તે મહાત્મા સર્વ કર્મનો ક્ષય કરીને કેવલ પુરુષ બને છે અર્થાત્ કર્મરૂપી પ્રકૃતિથી રહિત મુક્ત બને છે. ર-રા અવતરણિકા :
उत्पन्नविवेकख्यातेः पुरुषस्य यादृशी प्रज्ञा भवति तां कथयन् विवेकख्यातेरेव स्वरूपमाह - અવતરણિતાર્થ :
ઉત્પન વિવેકખ્યાતિવાળા પુરુષને જેવી પ્રજ્ઞા થાય છે તે પ્રજ્ઞાને કહેતા=બતાવતાં, વિવેકખ્યાતિના જ સ્વરૂપને કહે છે – સૂત્ર :
तस्य सप्तधा प्रान्तभूमौ प्रज्ञा ॥२-२७॥