________________
૨૧૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૦-૨૮ યોગીઓને સમાધિ પ્રગટેલી છે. આમ છતાં તે સમાધિ સાત્મીભૂત થયેલી નથી. તેમના ચિત્તમાં સમાધિને સાત્મીભૂત કરવાની ઇચ્છા છે, પરંતુ પ્રાંતભૂમિને પામેલા વિવેકખ્યાતિવાળા યોગીને સમાધિ પ્રકૃતિરૂપ બનેલી છે, તેથી સમાધિ મેળવવાની ઇચ્છાથી તેમના ચિત્તની વિમુક્તિ થયેલી છે. આ બીજા પ્રકારની ચિત્તવિમુક્તિ છે. (૩) “સમાધિ પ્રાપ્ત થયે છતે હું સ્વરૂપ પ્રતિષ્ઠ છું' એ પ્રકારની ચિત્તવિમુક્તિનું સ્વરૂપ :
સાધક એવા યોગીઓનું સર્વ પ્રયોજન પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે, તેથી યોગીઓ પોતાના સ્વરૂપમાં રહેવા માટે સદા ઉદ્યમવાળા હોય છે, આમ છતાં પોતાના સહજ સ્વરૂપમાં રહેવું એ યોગીઓને પણ દુષ્કર છે, તેથી પોતે પોતાના સહજ સ્વરૂપમાં સદા રહે તેવો ચિત્તનો અભિલાષ વર્તે છે, પરંતુ પ્રાંતભૂમિને પામેલ વિવેકખ્યાતિવાળા યોગીઓ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠાનને પામેલા છે તેથી હું સ્વરૂપમાં પ્રતિષ્ઠાન પામું કે હું સ્વરૂપમાં સદા રહેવા સમર્થ બને એ પ્રકારના વિકલ્પથી પર તે યોગીનું ચિત્ત હોય છે, તેથી સ્વરૂપમાં રહેવાના વિષયથી પર એવી ચિત્તની વિમુક્તિ વિવેકગ્રાતિકાળમાં યોગીને વર્તે છે. આ ત્રીજા પ્રકારની ચિત્તવિમુક્તિ છે.
આ રીતે ચાર પ્રકારની કાર્યવિમુક્તિ અને ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિ એમ સાત પ્રકારની પ્રજ્ઞાને પામેલા યોગીઓને શું ફળ પ્રાપ્તિ થાય છે ? તે બતાવતાં કહે છે – સાત પ્રકારની પ્રાંતભૂમિની પ્રજ્ઞાથી થતી ફળપ્રાપ્તિ
આ પ્રકારની સપ્તવિધ પ્રાંતભૂમિની પ્રજ્ઞા જે યોગીઓને થાય છે તે યોગી કર્મના બંધનથી મુક્ત થઈને કેવલ થાય છે-પૂર્વમાં કર્મના=પ્રકૃતિના બંધનવાળા હતા હવે કેવલ પુરુષ થાય છે. ર-૨ll અવતરણિકા :
विवेकख्यातिः संयोगाभावहेतुरित्युक्तं तस्यास्तूत्पत्तौ किं निमित्तमित्यत आह - અવતરણિકાર્ય :
સંયોગ અભાવનો હેતુ=દેશ્યના અને દ્રષ્ટાના પરસ્પર સંયોગના અભાવનો હેતુ, વિવકખ્યાતિ છે એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૨-૨૬માં કહેવાયું. તેની-વિવેકખ્યાતિની, ઉત્પત્તિમાં શું નિમિત્ત કારણ છે ? એથી કહે છે – સૂત્ર :
योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः ॥२-२८॥
સૂત્રાર્થ :
યોગાંગના અનુષ્ઠાનથી યોગાંગના સેવનથી, અશુદ્ધિનો ક્ષય થયે છતે અર્થાત આત્માની અશુદ્ધિનો ક્ષય થયે છતે વિવેકખ્યાતિ પર્યત જ્ઞાનની દીપ્તિ છે=ારતમતાથી જે જ્ઞાનની પ્રાપ્તિ છે, તે વિવેકખ્યાતિનું કારણ છે. ર-૨૮ll