________________
૨૧૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૯-૩૦ વિતર્કો શાંત થાય છે, તેથી તેઓ સમાધિને અભિમુખ બને છે. ત્યારપછી આસનયાદિ દ્વારા ક્રમસર યત્ન કરીને સમાધિને પામે છે. વળી આસનજય એ ઉત્તરના યોગાંગ પ્રાણાયામને ઉપકારક બને છે; કેમ કે આસનજ્ય કરેલ યોગી આસનજય દ્વારા પ્રાણાયામમાં ઉદ્યમ કરી શકે છે અને પ્રાણાયામ એ પ્રત્યાહારમાં ઉપકારક બને છે; કેમ કે પ્રાણાયામ દ્વારા સ્થિર થયેલું ચિત્ત ઇન્દ્રિયોના વિષયોથી પ્રત્યાહારને પામે છે અને પ્રત્યાહાર યોગાંગને પામેલ યોગી ધારણા વગેરેમાં યત્ન કરીને અંતે વિવેકાખ્યાતિરૂપ સમાધિને પામે છે. l૨-૨૯ll અવતરણિકા :
क्रमेणैषां स्वरूपमाह - અવતરણિકાર્ય :
ક્રમસર આમનુંયમાદિ યોગાંગોનું, સ્વરૂપ પતંજલિઋષિ બતાવે છે – સૂત્રઃ
अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ॥२-३०॥ સૂત્રાર્થ :
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ યમો છે. ર-૩૦ll ટીકા :
'अहिंसेति'-तत्र प्राणवियोगप्रयोजनव्यापारो हिंसा, सा च सर्वानर्थहेतुः, तदभावोऽहिंसा, हिंसायाः सर्वप्रकारेणैव परिहार्यत्वात् प्रथमं तदभावरूपाया अहिंसाया निर्देशः, सत्यं वाङ्मनसोर्यथार्थत्वम्, स्तेयं परस्वापहरणं तदभावोऽस्तेयम्, ब्रह्मचर्यमुपस्थसंयमः, अपरिग्रहो भोगसाधनानामनङ्गीकारः, त एतेऽहिंसादयः पञ्च यमशब्दवाच्या योगाङ्गत्वेन નિર્વિષ્ટ: ર-૩૦| ટીકાર્ય :
તત્ર નિર્દિષ્ટ છે ત્યાં પાંચ પ્રકારના યમોમાં, પ્રાણના વિયોગના પ્રયોજનવાળો વ્યાપાર હિસા છે, તે હિસા સર્વ અનર્થોનો હેતુ છે, તેનો અભાવ=હિસાનો અભાવ, અહિસા છે, હિસાનું સર્વ પ્રકારથી જ પરિહાર્યપણું હોવાથી ત્યાગ કરવા યોગ્ય હોવાથી, પ્રથમ અર્થાત્ પાંચ પ્રકારના યમના વર્ણનમાં પ્રથમ, તેના અભાવરૂપ=હિસાના અભાવરૂપ, અહિંસાનો નિર્દેશ છે. વાણી અને મનનું યથાર્થપણું સત્ય છે. પરના ધનનું અપહરણ સ્ટેય છે, તેનો અભાવ અસ્તેય છે. ઉપસ્થનો સંયમ બ્રહ્મચર્ય છે. ભોગસાધનોનો અસ્વીકાર અપરિગ્રહ છે. તે આ અહિસાદિ પાંચ યમ શબ્દથી વાચ્ય યોગાંગરૂપે નિર્દિષ્ટ કહેવાયેલા છે. ll૨-૩૦|ી.