________________
૨૨૨૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૧ ટીકા :
‘ત્તે તિ'-નાતિર્વાહાત્વાવિડ, રેશતથતિ, નિશ્ચતુર્વવિ, સમય બ્રાદUTप्रयोजनादिः, एतैश्चतुर्भिरनवच्छिन्नाः पूर्वोक्ता अहिंसादयो यमाः सर्वासु क्षिप्तादिषु चित्तभूमिषु भवा महाव्रतमित्युच्यते, तद्यथा-ब्राह्मणं न हनिष्यामि, तीर्थे न कञ्चन हनिष्यामि, चतुर्दश्यां न हनिष्यामि, देवब्राह्मणप्रयोजनव्यतिरेकेण कमपि न हनिष्यामीति, एवं चतुर्विधावच्छेदव्यतिरेकेण किञ्चित् क्वचित् कदाचित् कस्मिंश्चिदर्थे न हनिष्यामीत्यनवच्छिन्ना, एवं सत्यादिषु यथायोगं योज्यम्, इत्थमनियतीकृताः सामान्येनैव प्रवृत्ता महाव्रतमित्युच्यते न पुनः परिच्छिन्नावधारणम् ॥२-३१॥ ટીકાર્ય :
નતિઃ વઘારમ્ જાતિ-બ્રાહ્મણત્વ વગેરે, દેશ-તીર્થ વગેરે, કાલ-ચતુર્દશી વગેરે, સમય-બ્રાહ્મણ પ્રયોજન વગેરે.
આ ચારેય વડે=જાતિ, દેશ, કાળ અને સમય વડે, અનવચ્છિન્ન એવા પૂર્વોક્ત અહિસાદિ યમો સર્વ ક્ષિપ્તાદિ ચિત્તભૂમિમાં થનારા મહાવ્રત કહેવાય છે.
તે આ પ્રમાણે – હું બ્રાહ્મણને હણીશ નહિમારીશ નહિ, એ જાતિ અવચ્છિન્ન વ્રત છે એ પ્રમાણે અન્વય છે. તીર્થમાં કોઈને હણીશ નહિ મારીશ નહિ, એ દેશ અવચ્છિન્ન વ્રત છે. ચૌદશના દિવસે કોઈને હણીશ નહિ મારીશ નહિ, એ કાલઅવચ્છિન્ન વ્રત છે. દેવ-બ્રાહ્મણના પ્રયોજન વિના કોઈને પણ હણીશ નહિ, એ સમય અવચ્છિન્ન વ્રત છે. આ પ્રકારે ચાર પ્રકારના અવચ્છેદક વગર કોઈપણ સ્થાનમાં ક્યારેયકોઈપણ કાળમાં, અને કોઈના માટે હું કોઈને પણ હરીશ નહિ નાશ કરીશ નહિ, એ અનવચ્છિન્ન વ્રત છે. એવા અનાવચ્છિન્ન યમો સાર્વભૌમ મહાવ્રતો છે એ પ્રમાણે અન્વય છે.
આ રીતે અહિસા યમમાં યોજન કર્યું એ રીતે, સત્યાદિ ચારે યમોમાં યથાયોગ યોજન કરવું. આ રીતે અનિયત કરાયેલા પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે જાતિ આદિથી અનિયત કરાયેલા, સામાન્યથી જ પ્રવૃત્ત મહાવ્રતો એ પ્રમાણે કહેવાય છે. વળી પરિચ્છિન્નનું અવધારણ=જાતિ આદિથી પરિચ્છિન્નનું વિભાગ કરાયેલનું, અવધારણ મહાવ્રતો કહેવાતા નથી. ર-૩૧|| ભાવાર્થ : જાતિ, દેશ, કાળ અને સમયથી અનવચ્છિન્ન સર્વ ક્ષિપ્ત વગેરે ચિત્તભૂમિમાં થનારા અહિંસાદિ ચમો મહાવત :
પાતંજલયોગસૂત્ર ૨-૩૦માં અહિંસાદિ પાંચ પ્રકારના યમો બતાવ્યા. તે યમો જાતિ આદિથી અવચ્છિન્ન હોય તો તે દેશથી યમો કહેવાય છે પરંતુ સાર્વભૌમ મહાવ્રત કહેવાય નહીં.
જે સાધક યોગી મહાત્માઓ જાતિ આદિથી અનવચ્છિન્ન સાર્વભૌમ મહાવ્રતને પાળે છે તે સંપૂર્ણ યમને પાળે છે.