________________
૨૨૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૨ ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૨-૨૯માં આઠ યોગોના અંગો બનાવ્યા. તે આઠ અંગોમાંથી યમ નામનું પ્રથમ અંગ ર-૩૦/૩૧માં બતાવ્યાં પછી હવે નિયમ નામના બીજા અંગને બતાવે છે –
સૂત્ર :
शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥२-३२॥ સૂત્રાર્થ :
શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન નિયમો છે. I-3 ટીકાઃ _ 'शौचेति'-शौचं द्विविधं बाह्यमाभ्यन्तरं च, बाह्यं मृज्जलादिभिः कायादिप्रक्षालनम्, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तमलानां प्रक्षालनम्, सन्तोषस्तुष्टिः, शेषां प्रागेव कृतव्याख्यानाः । एते शौचादयो नियमशब्दवाच्याः ॥२-३२॥ ટીકાઈ:
. નિયમદ્િવવ્યા: | બાહા અને આત્યંતર બે પ્રકારનું શૌચ છે. માટી લાદિ વડે કાયાદિનું પ્રક્ષાલન બાહા શૌચ છે અને મૈચાદિ વડે ચિત્તના મનોનું પ્રક્ષાલન આવ્યંતર શૌચ છે, તુષ્ટિ સંતોષ છે, શેષ બાકીના નિયમો પૂર્વમાં કરાયેલ વ્યાખ્યાનવાળા પાતંલયોગસૂત્ર ૨-૧માં કરાયેલ વ્યાખ્યાવાળા, છે. આ શૌચાદિ નિયમ શબ્દથી વાચ્ય છે.
ભાવાર્થ :
(૨) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં બીજા યોગાંગરૂપ નિયમનું સ્વરૂપ :
પાતંજલમતાનુસાર શૌચાદિ પાંચ નિયમો છે, જે યમના સેવન કરતાં વિશેષ પ્રકારે યોગાંગ છે. (૧) શૌચનું સ્વરૂપ :
બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે શૌચ તેઓ સ્વીકારે છે, તેથી યોગમાર્ગની સાધનામાં પાણી, માટી આદિથી જે બાહ્ય શૌચ કરવામાં આવે છે તે પણ યોગમાર્ગની પ્રવૃત્તિમાં અંગરૂપ હોવાથી પાંતજલદર્શનકાર શૌચને નિયમરૂપ યોગાંગ તરીકે સ્વીકારે છે; કેમ કે બાહ્ય શુદ્ધિ દ્વારા જ વિશેષ પ્રકારની યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે.
વળી, મૈત્રાદિ ચાર ભાવનાઓથી ભાવિત થઈને ચિત્તના મલનું પ્રક્ષાલન કરવું એ અત્યંતર શૌચ છે મૈત્રાદિ ચાર ભાવનાઓથી ભાવિત થઈને સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ કરે તેવું ચિત્તનું શુદ્ધિકરણ અત્યંકર શૌચ છે.