________________
૨૨૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૧ | સૂત્ર-૩૧ની ઉપા. મ. સા.ની ટિપ્પણી
જાતિ આદિથી અનવચ્છિન્નનો અર્થ સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે છે –
જેમ કોઈ પ્રતિજ્ઞા કરે કે, હું બ્રાહ્મણ જાતિને હણીશ નહિ, તેથી તેનો આ અહિંસાસ્વરૂપ યમ જાતિથી અવચ્છિન્ન બને છે. જેમ કોઈ રાજાદિ હોય અને તેવા પ્રકારના કૃત્ય કરતો હોય અને તે વિચારે કે, બ્રાહ્મણ જાતિ શ્રેષ્ઠ છે માટે બ્રાહ્મણ જાતિના જીવોની હું હિંસા કરીશ નહિ, તો તે અહિંસા યમ જાતિથી અવચ્છિન્ન બને.
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર કોઈ જૈનશ્રાવક પ્રતિજ્ઞા કરે કે પર્યાયજીવમાંથી હું ત્રસ જીવોની હિંસા કરીશ નહિ. તો તે અહિંસાયમ જાતિથી અવચ્છિન્ન બને.
સાધુમહાત્માઓ તે પ્રકારની જાતિથી અવચ્છિન્ન પ્રતિજ્ઞા કરતા નથી, પરંતુ પકાયના સર્વ જીવોને હું હણીશ નહિ, એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. આ રીતે પ્રતિજ્ઞા કરીને કોઈ સાધુભગવંત પકાયના પાલન માટે જે ઉચિત યતના છે તે યતનાપૂર્વક જીવન જીવતા હોય તો તેઓને અહિંસારૂપ મહાવ્રતની પ્રાપ્તિ થાય. ફક્ત તે અહિંસા મહાવ્રત યોગમાર્ગના સૂક્ષ્મ બોધપૂર્વક માર્ગાનુસારી રીતે સેવાયેલો હોય તો તે સાનુબંધ બને છે, અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે અને જેમનું અહિંસાનું પાલન લેશ પણ યોગમાર્ગના ભાવના સ્પર્શ વગરનું છે તેવા અભવ્ય વગેરે જીવો તે અહિંસા વ્રતના પાલનના બળથી ઉત્કૃષ્ટથી નવમાં ચૈવેયક સુધી જઈ શકે છે પરંતુ તે વ્રતો તેમના સાનુબંધ નહિ હોવાથી મોક્ષરૂપ ફળના કારણ બનતા નથી. આનાથી એ ફલિત થાય છે કે,
અપુનબંધક દશામાં જીવને યત્કિંચિત્ વિવેક છે, તેથી સ્થૂલબોધવાળા એવા અપુનબંધક જીવો જો પાંચ મહાવ્રતો સ્વીકારે તો તેમના તે મહાવ્રતો સ્થૂલ સમ્યગુ બોધ અનુસાર સાનુબંધ બને છે અને જે અંશમાં સૂક્ષ્મબોધ નથી તે અપેક્ષાએ તે મહાવ્રતો નિરનુબંધ બને છે.
- વિવેકસંપન્ન એવા સમ્યગ્દષ્ટિ જીવોને સૂક્ષ્મબોધ છે અને સૂક્ષ્મબોધપૂર્વક તેઓ મહાવ્રત સ્વીકારે અને તે રીતે સમ્યક્ પાલન કરે તો તે મહાવ્રતો સંપૂર્ણ સાનુબંધ બને છે.
- સાધુવેશમાં રહેલા સૂક્ષ્મબોધવાળા સંવિગ્નપાક્ષિકો પોતાના સૂક્ષ્મબોધ અનુસાર પૂર્ણ સમ્યફ સાધ્વાચારનું પાલન કરી શકતા નથી, તેથી તેઓના મહાવ્રતો સૂમબોધથી અપેક્ષાએ સાનુબંધ હોવા છતાં સાધ્વાચારના પાલન અંશથી સમ્યગ નહિ હોવાના કારણે સૂક્ષ્મબોધવાળા સુસાધુ જેવા તેમના મહાવ્રતો સાનુબંધ થતા નથી. ર-૩૧II પાતંજલયોગસૂત્ર ૨-૩૧ ઉપર પૂજ્યઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : ___ [य.] व्याख्या-सर्वशब्दगर्भप्रतिज्ञया महाव्रतानि, देशशब्दगर्भप्रतिज्ञया चाणुव्रतानीति पुनः पारमर्षविवेकः, एकवचनं चात्र सर्वप्रतिज्ञया पञ्चानामपि तुल्यत्वाभिव्यक्त्यर्थम् ॥