________________
૨૨૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૧ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૩૨ અર્થ :
સર્વશદ્ ..... મિત્કર્થમ્ II સર્વશબ્દગર્ભપ્રતિજ્ઞાથી મહાવ્રતો છે અને વળી દેશશબ્દગર્ભપ્રતિજ્ઞાથી અણુવ્રતો છે, એ પ્રકારે પારમર્ષનો વિવેક છે=ભગવાનના શાસનના મહાપુરુષોનો વિવેક છે, અને અહીં પાતંજલયોગસૂત્ર ૨-૩૧માં મહાવ્રતમ્ શબ્દમાં એક્વચનનો પ્રયોગ સર્વની પ્રતિજ્ઞાથી ‘સાર્વભૌમ' એ પ્રકારના સર્વની પ્રતિજ્ઞાથી, પાંચે પણ યમોના તુલ્યત્વની=સમુદિતપણાની, અભિવ્યક્તિ માટે છે. ભાવાર્થ : સર્વશદગર્ભપ્રતિજ્ઞાથી મહાવ્રતો અને દેશશદગર્ભપ્રતિજ્ઞાથી અણુવ્રતો એ પ્રકારે પારમર્ષનો વિવેક:
પાતંજલયોગસૂત્ર ર-૩૧માં સાર્વભૌમ શબ્દ છે, તેથી સર્વશબ્દગર્ભપ્રતિજ્ઞા થાય છે અને સર્વશબ્દગર્ભપ્રતિજ્ઞાથી મહાવ્રતોની પ્રાપ્તિ છે અને વળી દેશ શબ્દગર્ભપ્રતિજ્ઞાથી અણુવ્રતોની પ્રાપ્તિ છે અર્થાત્ જાતિ-દેશાદિથી અવચ્છિન્ન પ્રતિજ્ઞાથી અણુવ્રતોની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારનો ભગવાનના શાસનનો વિવેક છે, આથી જ ભગવાનના શાસનમાં સર્વવિરતિનાં અર્થી એવા શ્રાવકો સર્વવિરતિની શક્તિનો સંચય માટે દેશવિરતિને ગ્રહણ કરે છે. પાતંજલ યોગસૂત્ર ૨-૩૧માં “મદાવ્રતમ્' શબ્દમાં એકવચનના પ્રયોગથી સર્વ પ્રતિજ્ઞાથી પાંચે યમોના તુલ્યપણાની અભિવ્યક્તિનું કથન :
પાતંજલયોગસૂત્ર ૨-૩૧માં ‘મહાવ્રતમ્' એ પ્રમાણે એકવચનનો પ્રયોગ છે, તેથી એ પ્રાપ્ત થાય છે કે, સાર્વભૌમમાં રહેલા સર્વની પ્રતિજ્ઞા વડે પાંચેય પણ યમોનું તુલ્યત્વ છે એ પ્રમાણે અભિવ્યક્ત થાય છે.
આશય એ છે કે, પાંચમાંથી કોઈપણ એક વ્રતનું સંપૂર્ણ પાલન કરવું હોય તો અન્ય વ્રતો અવશ્ય હોય તો જ તે એકવ્રતનું પૂર્ણપાલન થઈ શકે. જેમ કોઈ શ્રાવકે ચોથું મહાવ્રત ગ્રહણ કર્યું હોય અને મન, વચન, કાયાથી તેનું પૂર્ણ પાલન કરતા હોય તોપણ દેશવિરતિધર શ્રાવકને તે ચોથું વ્રત પૂર્ણથી નથી; કેમ કે સર્વપાપથી વિરામરૂપ ચોથું મહાવ્રત તો જ સંભવે કે અહિંસાદિ અન્ય ચાર વ્રતો પણ સહવર્તી હોય, તેથી પાંચ મહાવ્રતોનો સમુદાય જ સાર્વભૌમરૂપ છે તે બતાવવા માટે સૂત્રમાં ‘વહીવ્રતમ્' એ પ્રકારે એક વચનનો પ્રયોગ છે. અવતરણિકા :
नियमानाह - અવતરણિકાર્ય : નિયમોને કહે છે અષ્ટાંગ યોગમાં યોગનું બીજું અંગ નિયમ છે, તે નિયમોને કહે છે –