________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૯
સૂત્ર :
यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ॥२-२९॥
૨૧
સૂત્રાર્થ :
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આઠ અંગો છે અર્થાત્ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના અંગો છે. II૨-૨ા
ટીકા :
"
'यमेति’-इह कानिचित् समाधेः साक्षादुपकारकत्वेनान्तरङ्गाणि यथा धारणादीनि, कानिचित् प्रतिपक्षभूतहिंसादिवितर्कोन्मूलनद्वारेण समाधिमुपकुर्वन्ति, यथा यमनियमादीनि, तत्राऽऽसनादीनामुत्तरोत्तरमुपकारकत्वम्, तद्यथा - सत्यासनजये प्राणायामस्थैर्यम्, एवमुत्तरત્રાપિ યોગ્યમ્ ॥૨-૨૫
ટીકાર્ય :
રૂઠ્ઠું .... . યોન્યમ્ । અહીં=આઠ યોગાંગોમાં, કેટલાક સમાધિના સાક્ષાત્ ઉપકારપણાથી અંતરંગ અંગો છે. જે પ્રમાણે ધારણા વગેરે. કેટલાક પ્રતિપક્ષભૂત એવા હિસાદિના વિતર્કોના ઉન્મૂલન દ્વારા સમાધિમાં ઉપકાર કરે છે. જે પ્રમાણે યમ, નિયમ વગેરે. ત્યાં=યમ નિયમાદિ સમાધિમાં ઉપકાર કરે છે ત્યાં, આઠ યોગાંગોમાં આસન વગેરેનું ઉત્તરોત્તર ઉપકારપણું છે. તે આ પ્રમાણે-આસનજ્ય થયે છતે પ્રાણાયામનું ઐર્ય=સ્થિરતા થાય છે. એ રીતે ઉત્તરમાં પણ યોજ્જ કરવું=પ્રત્યાહારમાં પ્રાણાયામની ઉપકારતાનું યોજન કરવું, એ જ રીતે ધારણામાં પ્રત્યાહારની ઉપકારતાનું યોજન કરવું. ા૨-૨૯॥ ભાવાર્થ :
યોગના આઠ અંગો :
પાતંજલયોગસૂત્ર ૨-૨૮માં કહ્યું કે જે યોગીઓ સમ્યજ્ઞાનપૂર્વક યોગાંગોને સેવે છે તેનાથી અશુદ્ધિનો ક્ષય થાય છે અને તેનાથી અનુભવજ્ઞાનસ્વરૂપ જ્ઞાનની દીપ્તિ પ્રગટે છે. જે ઉત્તરોત્તર પ્રકર્ષને પામીને વિવેકખ્યાતિનું કારણ છે, તેથી હવે વિવેકખ્યાતિના અર્થી એવા યોગીને તેના ઉપાયરૂપ યોગાંગોનું સ્વરૂપ બતાવે છે
-
આઠ યોગાંગોમાંથી ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ યોગાંગો વિવેકખ્યાતિકાળવર્તી સમાધિના અંતરંગ અંગો છે; કેમ કે તે ત્રણમાં કરાયેલ યત્ન દ્વારા યોગી વિવેકખ્યાતિને પ્રાપ્ત કરે છે. વળી યમ, નિયમ એ સમાધિના પ્રતિપક્ષરૂપ હિંસાદિના વિતર્કોનાં ઉન્મૂલન દ્વારા સમાધિમાં ઉપકારક થાય છે; કેમ કે સામાન્યથી સંસારી જીવો હિંસાદિની પ્રવૃત્તિના વિતર્કોવાળા હોવાથી સમાધિને અભિમુખ થતા નથી. જે યોગીઓ યમ, નિયમ વગેરેને સેવે છે તેમના ચિત્તમાં હિંસાદિના