________________
૨૧૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૮-૨૯ ટીકાઃ _ 'योगाङ्गेति'-योगाङ्गानि वक्ष्यमाणानि तेषामनुष्ठानाज्ञानपूर्वकादभ्यासादाविवेकख्यातेरशुद्धिक्षये चित्तसत्त्वस्य प्रकाशावरणलक्षणक्लेशरूपाशुद्धिक्षये या ज्ञानदीप्तिस्तारतम्येन सात्त्विकः परिणामो विवेकख्यातिपर्यन्तः स तस्याः ख्यातेर्हेतुरित्यर्थः ॥२-२८॥ ટીકાર્ય :
યોજ્ઞાન રૂશ્ચર્થ: આગળમાં હેવાશે એવા યોગના અંગો છે. તેઓના અનુષ્ઠાનથીતે યોગાંગના જ્ઞાનપૂર્વકના અભ્યાસથી, અશુદ્ધિનો ક્ષય થયે છતે ચિત્તસત્ત્વના પ્રકાશના આવરણસ્વરૂપ ક્લેશરૂપ અશુદ્ધિનો ક્ષય થયે છતે, વિવેકખ્યાતિની પ્રાપ્તિ સુધી જે જ્ઞાનની દીપ્તિ વિવેકખ્યાતિ સુધી તરતમતાથી સાત્ત્વિક પરિણામ છે, તે તેનો વિવેકખ્યાતિનો, હેતુ કારણ છે, એ પ્રકારે સૂત્રનો અર્થ છે. ll૨-૨૮l.
ભાવાર્થ :
ચોગાંગના સેવનથી આત્માની અશુદ્ધિનો ક્ષય થયે છતે વિવેકખ્યાતિ પર્વત જે જ્ઞાનની દીપ્તિ છે તે વિવેકખ્યાતિનું કારણ :
જે યોગીઓ સ્વભૂમિકા અનુસાર આગળમાં બતાવશે એ યોગના અંગોનું યથાર્થ જ્ઞાન મેળવીને તે બોધ અનુસાર તે યોગાંગોનું પુનઃ પુનઃ સેવન કરે છે, તેઓને વિવેકખ્યાતિની પ્રાપ્તિ સુધી ક્રમસર અશુદ્ધિનો ક્ષય થાય છે.
તે અશુદ્ધિ કેવા સ્વરૂપવાળી છે ? તે સ્પષ્ટ કરે છે –
ચિત્તસત્ત્વનો જે બોધરૂપ પ્રકાશ તેને આવરણ કરનાર એવી ક્લેશરૂપ અશુદ્ધિ છે, તે અશુદ્ધિનો યોગાંગના સેવનથી ક્ષય થાય છે, તે અશુદ્ધિનો ક્ષય વિવેકખ્યાતિની પ્રાપ્તિ સુધી તરતમતાથી થાય છે અને જેટલી જેટલી અશુદ્ધિનો ક્ષય થાય છે તેટલી તેટલી જ્ઞાનદીપ્તિ પ્રગટે છે. અર્થાત્ મોહથી અનાકુળ એવા અનુભવજ્ઞાનરૂપ જ્ઞાનદીપ્તિ પ્રગટે છે. આ જ્ઞાનદીપ્તિ વિવેકખ્યાતિની પ્રાપ્તિ સુધી તરતમતાથી જીવનો સાત્ત્વિક પરિણામ છે અર્થાત્ જીવને પોતાને સ્વરૂપમાં જવાને અનુકૂળ મહાયત્ન કરાવે તેવો સાત્ત્વિક પરિણામ છે અને તેનાથી જીવમાં વિવેકખ્યાતિ પ્રગટે છે. ર-૨૮ અવતરણિકા :
योगाङ्गानुष्ठानादशुद्धिक्षय इत्युक्तं, कानि पुनस्तानि योगाङ्गानीति तेषामुद्देशमाह - અવતરણિકાર્થ:
યોગાંગના અનુષ્ઠાનથી (વિવેકખ્યાતિમાં બાધક એવી) અશુદ્ધિનો ક્ષય થાય છે એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર ૨-૨૮માં કહેવાયું. વળી તે યોગાંગો કયા છે ? એથી તેઓનો યોગાંગોનો, ઉદ્દેશને અર્થાત્ ઉદ્દેશરૂપ કથનને કહે છે –