________________
૨૧૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૦ થયેલા હોય છે. તેઓ માટે ક્લેશ ક્ષેતવ્ય=ક્ષય કરવા યોગ્ય નથી, કેમ કે તેમનું ચિત્ત અત્યંત નિરસુક છે અને ઉત્સુકતા જ ક્લેશરૂપ છે માટે ઉત્સુકતા નહિ હોવાથી ક્ષેતવ્ય કાંઈ નથી. આ બીજા પ્રકારની કાર્યવિમુક્તિ છે. (૩) “મારા વડે જ્ઞાન પ્રાપ્ત છે' એ પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ :
સાધક એવા યોગીને આત્મકલ્યાણ માટે જ્ઞાન પ્રાપ્તવ્ય છે, અને આત્મકલ્યાણ માટે ઉપયોગી એવું સર્વ જ્ઞાન મારા વડે પ્રાપ્ત થયેલું છે, કેમ કે સુક્યનાં શમનમાં જ સર્વ જ્ઞાન ફળવાન છે અને યોગીએ પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેના દ્વારા સુક્યનું શમન પોતાનામાં વર્તે છે તેથી નવા જ્ઞાનને પ્રાપ્ત કરવાની ઉત્સુકતારૂપ કાર્યવિમુક્તિ પ્રજ્ઞા તેમનામાં વર્તે છે. આ ત્રીજા પ્રકારની કાર્યવિમુક્તિ છે. (૪) “મારા વડે વિવેકખ્યાતિ પ્રાપ્ત થયેલી છે' એ પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ :
સાધક એવા યોગી વડે સાધના દ્વારા જયારે વિવેકખ્યાતિ પ્રાપ્ત થાય છે ત્યારે મારા વડે પ્રકૃતિ અને પુરુષના ભેદરૂપ વિવેકખ્યાતિ પ્રાપ્ત કરાઈ છે આવા પ્રકારની પ્રજ્ઞા તેમનામાં વર્તે છે. યોગીને સાધનાના ફળરૂપે જે કાંઈ પ્રાપ્તવ્ય છે તે વિવેકખ્યાતિ છે અને તે પોતાની પ્રાપ્ત થયેલી છે માટે તેવા પ્રકારની કાર્યવિમુક્તિ પ્રજ્ઞા તેમનામાં વર્તે છે આ ચોથા પ્રકારની કાર્યવિમુક્તિ છે.
આ ચાર પ્રકારની પ્રજ્ઞા કાર્યવિષયક નિર્મળ જ્ઞાન કહેવાય છે=કાર્ય વિષયક સર્વ ઉત્સુકતા રહિત એવું નિર્મળજ્ઞાન કહેવાય છે, તેથી આ જ્ઞાનને કાર્યવિમુક્તિ એ પ્રમાણે કહેવાય છે. ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિનું સ્વરૂપ : (૧) “મારા બુદ્ધિના ગુણો ચરિતાર્થ થયા છે' એ પ્રકારની ચિત્તવિમુક્તિનું સ્વરૂપ :
સાધક એવા યોગીના પોતાના બુદ્ધિના ગુણો ચરિતાર્થ થઈ ગયેલા છે, તેથી હવે તે ગુણોનો ફરી પ્રરોહEઉત્પત્તિ નથી.
કેમ ફરી બુદ્ધિના ગુણોનો પ્રરોહ ઉત્પત્તિ નથી તે દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે –
જેમ પર્વત ઉપરથી નીચે પડેલા પથ્થરો ફરી પર્વત ઉપર ચડાવવાના પ્રયોજન વગરના હોય તો ફરી પર્વત ઉપર સ્થિતિને પામતા નથી. તેમ બુદ્ધિના ગુણો પોતાના કારણમાં નાશને અભિમુખ થયેલા હોવાથી મોહનામનું મૂળ કારણ નથી અર્થાત્ ફરી બુદ્ધિને પ્રવર્તાવવા માટે અનુકૂળ એવો મોહનો પરિણામ નથી અને ભાવિમાં પણ તે બુદ્ધિના ગુણોને પ્રાપ્ત કરવાનું કોઈ પ્રયોજન નથી, માટે બુદ્ધિના ગુણો યોગીના ચરિતાર્થ થયા છે, તેથી બુદ્ધિના ગુણોથી ચિત્તની વિમુક્તિ થાય છે. આ પ્રથમ પ્રકારની ચિત્તવિમુક્તિ છે. (૨) “મને સમાધિ સાત્મીભૂત થયેલી છે' એ પ્રકારની ચિત્તવિમુક્તિનું સ્વરૂપ :
સાધયોગીને વિવેકગ્રાતિકાળમાં સમાધિ સાત્મીભૂત થયેલી છે અર્થાત્ “ચંદનગંધ'ન્યાયથી જીવની પ્રકૃતિરૂપે થયેલી છે, તેથી સમાધિ મેળવવાની ઇચ્છાથી ચિત્તની વિમુક્તિ છે અર્થાત્ જે