________________
૨૦૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨પ भावस्तस्मिन्सति तत्कार्यस्य संयोगस्याप्यभावस्तद्धानमित्युच्यते । अयमर्थ:-नैतस्य मूर्तद्रव्यवत्परित्यागो युज्यते किन्तु जातायां विवेकख्यातावविवेकनिमित्तः संयोगः स्वयमेव निवर्तत इति तस्य हानम्, यदेव च संयोगस्य हानं तदेव नित्यं केवलस्यापि पुरुषस्य कैवल्यं
ટીકાર્ય :
તસ્થા: .... ૩વ્યતે I સ્વરૂપથી વિરુદ્ધ એવા સમ્યગુજ્ઞાનથી=અવિદ્યાના સ્વરૂપથી વિરુદ્ધ એવા સમ્યગુજ્ઞાનથી, ઉન્મલિત એવા તેનો=અવિદ્યાનો, જે આ અભાવ, તે હોતે છતે તેના કાર્ય એવા સંયોગનો પણ અભાવ છે, તે હાન એ પ્રમાણે કહેવાય છે.
યમર્થ: – આ અર્થ છે સૂત્રના ઉપરોક્ત કથનનો આ અર્થ છે – નૈિતક્ષ્ય ........ વ્યક્તિ છે આનો સંયોગનો, મૂર્તદ્રવ્યની જેમ પરિત્યાગ ઘટતો નથી, પરંતુ વિવેકખ્યાતિ થયે છતે અવિવેકનિમિત્તવાળો એવો સંયોગ સ્વયં જ નિવર્તન પામે છે એ તેનું સંયોગનું, હન છે. અને સંયોગનું જે હાન છે, કેવલ પણ પુરુષનું તે જ નિત્ય કૈવલ્ય કેવલપણું, કહેવાય છે. ||૨-૨૫II
ભાવાર્થ :
હાનનું સ્વરૂપ :
આત્માને માટે દુ:ખ હેય છે અને દુ:ખના હેતુ દેશ્યનો અને દ્રષ્ટાનો સંયોગ છે અને તે સંયોગનો હેતુ આત્મામાં વર્તતું અજ્ઞાન છે, તેને પાતંજલદર્શનકાર અવિદ્યા કહે છે અને અવિદ્યાનો અભાવ થયે છતે સંયોગનો પણ અભાવ થાય છે. કઈ રીતે અવિઘાનો અભાવ થાય છે ? તેથી કહે છે –
અવિદ્યાના સ્વરૂપથી વિરુદ્ધસ્વરૂપવાળા એવા સમ્યગ્રજ્ઞાનથી અવિદ્યાનું ઉન્ન થાય છે અને અવિદ્યાનું ઉન્મેલન થયે છતે અવિદ્યાના કાર્ય એવા સંયોગનો અભાવ થાય છે, તે સંયોગનો અભાવ તે હાન છે અર્થાત્ પુરુષ સમ્યજ્ઞાનમાં યત્ન કરે તે સંયોગના હાન માટેની ક્રિયા છે અને તે હાનની ક્રિયાથી સંયોગનો અભાવ પ્રાપ્ત થાય તે હેય એવા સંયોગનો હાન છે.
આ કથનથી શું ફલિત થાય છે. તે સ્પષ્ટ કરતાં કહે છે – દેશ્ય અને દ્રષ્ટાના સંયોગના અભાવરૂપ હાન દેખાનું કૈવલ્ય :
જેમ મૂર્તદ્રવ્યનો પરિત્યાગ થાય છે, તેવો પરિત્યાગ સંયોગનો થતો નથી; કેમ કે મૂર્તદ્રવ્ય ગ્રહણ થાય છે, તેથી કોઈક રીતે ગ્રહણ થયેલા મૂર્તદ્રવ્યને છોડી દેવાથી તેનો પરિત્યાગ થાય છે. જયારે અવિવેકરૂપ નિમિત્તથી થયેલો એવો દેશ્યનો અને દ્રષ્ટાનો સંયોગ વિવેકખ્યાતિ પ્રગટ થાય છે ત્યારે સ્વયં નિવર્તન પામે છે, તેથી સમ્યગ્રજ્ઞાનમાં કરાયેલા યત્નથી પ્રગટ થતી વિવેકખ્યાતિના બળથી