________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૪-૨૫
૨૦૦
ભાવાર્થ : દશ્યના અને દ્રષ્ટાના સંયોગનો હેતુ અવિધા :
પાતંજલ યોગસૂત્ર ૨-૧૭માં કહ્યું કે, દ્રષ્ટા અને દશ્યના સંયોગ હેય એવા દુઃખનો હેતુ છે. હવે તે સંયોગનો હેતુ કોણ છે ? એવી જિજ્ઞાસાથી કહે છે –
દ્રષ્ટા અને દશ્યના સંયોગનો હેતુ વિર્યાસરૂપ અવિદ્યા છે અર્થાત્ જીવને પરમાર્થથી દશ્ય સાથે કોઈ સંયોગ નથી. જીવ પોતાના સ્વરૂપમાં રહેનાર છે, આમ છતાં મોહથી વાસિત જીવ દશ્યની સાથે સંવેદ્યસંવેદકસ્વરૂપે સંયોગ પામે છે અર્થાત્ આ દશ્યનું હું વેદન કરું છું અને આ દશ્ય મારા માટે સંવેદ્ય છે તેવી બુદ્ધિ જીવ કરે છે, તેવી બુદ્ધિ થવામાં જીવમાં રહેલું અજ્ઞાન કારણ છે અને તે અજ્ઞાનને કારણે દેશ્ય અને દ્રષ્ટા વચ્ચેના ભેદના અગ્રહણરૂપ સંયોગ ઉત્પન્ન થાય છે. ll૨-૨૪ll અવતરણિકા :
हेयं हानक्रियाकर्मोच्यते, किं पुनस्तद्धानमित्यत आह - અવતરણિકા :
હેય એવો સંયોગ થાનક્રિયાનું કર્મ કહેવાય છે, વળી તે હાન શું છે ? એથી કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૨-૧૬માં અનાગત એવા દુઃખને હેય કહેલ છે અને તેનો હેતુ દ્રષ્ટાનો અને દશ્યનો સંયોગ છે એમ સૂત્ર ૨-૧૭માં કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જેમ અનાગત દુઃખરૂપ સંસાર હેય છે, તેમ તેનું કારણ એવો સંયોગ પણ હેય છે અને યોગી તે હેયના હાનની જે ક્રિયા કરે છે તેનું કર્મ તે હેય એવો સંયોગ બને છે, તેથી તેમનું સ્વરૂપ બતાવ્યા પછી હાન શું છે? તે બતાવવા અર્થે પ્રસ્તુત સૂત્રમાં કહે છે – સૂત્રઃ
तदभावे संयोगाभावो हानं तद् दृशेः कैवल्यम् ॥२-२५॥
સૂત્રાર્થ :
તેનો અભાવ હોતે છતે અવિધાનો અભાવ હોતે છતે, સંયોગનો અભાવ દશ્ય અને દ્રષ્ટાના સંયોગનો અભાવ, હાન છે. તે=સંયોગના અભાવરૂપ હાન, દેશિનું=દ્રષ્ટાનું, કેવલ્ય છે અર્થાત કેવળપણું છે. રિ-૨પા ટીકા :
'तदभाव इति'-तस्या:-अविद्यायाः स्वरूपविरुद्धेन सम्यग्ज्ञानेनोन्मूलिताया योऽयम